તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશીપ 2019માં નવસારીનાં કબીલપોરના મિસ્ત્રી પરિવારનાં 22 વર્ષીય યુવાને 90 કિગ્રા ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને નવસારીનું ગૌરવ વધાર્યું છે.

નવસારીના કબીલપોર ગામે આનંદવાટીકા સોસાયટીમાં રહેતા દેવીલાલ મિસ્ત્રી (મૂળ રાજસ્થાન)ના નાના દીકરા અજય મિસ્ત્રી (ઉ.વ. 22)એ ખેલમહાકુંભમાં કાઠુ કાઢી રાજ્યસ્તરે જુડોની રમતમાં ઈનામ પ્રાપ્ત કર્યું હતું. એ બાદ તેને નડિયાદ ખાતે સ્પોર્ટસ એકેડેમીમાં તાલીમ માટે પસંદગી કરાઈ હતી. પાંચ વર્ષની તાલીમ બાદ આખરે ઈંગ્લેન્ડમાં કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશીપમાં 90 કિ.ગ્રા. વજન ગ્રુપમાં તેની પસંદગી કરવામાં આવી હતી.

અહીંથી સાત દિવસ પહેલા જ અજય મિસ્ત્રી સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. 26મીએ રાત્રે 10 વાગ્યે અજય મિસ્ત્રીની ચેમ્પિયનશીપની બ્રોન્ઝ મેડલની ગેમ ચાલુ થઈ હતી.

જેમાં પહેલી ગેમની હાર બાદ બીજી બે ગેમ પોતાને નામે કરી લઈ ઈંગ્લેન્ડના ખએલાડીને પરાસ્ત કર બ્રોન્ઝ મેડલ માટે વિજેતા જાહેર થયો હતો. તે બાબતની જાણ અજયના મિત્ર પરિમલ ટંડેલને થતા તેણે અજયના પરિવાર અને મિત્ર મંડળને આ અંગે માહિતી આપી ખુશી વ્યક્ત કરી હતી. નાનકડા કબીલપોરના મધ્યમવર્ગીય પરિવારના અજય મિસ્ત્રીએ ભારત, રાજ્ય અને નવસારીનું નામ રોશન કરતા તેમના પરિવાર અને અજય પર લોકોએ અભિનંદનની વર્ષા કરી હતી. અજય નવસારી આવતા તેનું સ્વાગત કરવાની તૈયારીઓ અજયના મિત્રોએ શરૂ કરી દીધી છે.

મિત્રો અડીખમ બન્યા અને મેડલ મેળવ્યો
અજય મિસ્ત્રીનું પરિવાર મધ્યમવર્ગીય છે. તેના પિતાજી મિસ્ત્રીનું કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. અજય મિસ્ત્રીની પસંદગી કોમનવેલ્થ ચેમ્પિયનશીપ માટે પસંદગી થઇ ત્યારે પરિવાર ખુશ હતો. આ સ્પર્ધામાં જવા માટે શું ? આર્થિક પરિસ્થિતિની વાત આવતા પરિવાર હતાશ થયો હતો. તે દરમિયાન અજયના મિત્રો પરિમલ ટંડેલ, મિરલ પટેલ, આનંદ, સંદીપ ગૌસ્વામી સહિત મિત્રોએ આ વાતની ખબર પડતા મદદ કરી. સાંસદને મળ્યા સરકાર તરફથી આવવા જવાની ટીકીટ મળી અને ત્યાં થનારો ખર્ચ બાબતે મિત્રોએ મદદ કરી. આ રીતે અજય કોમનવેલ્થમાં ગયો અને મેડલ મેળવ્યો. અજય મિસ્ત્રીને આ બ્રોન્ઝ મેડલ મિત્રોના સાથ સહકારથી જ મળ્યો એમ કહેવું અતિરેક ન કહેવાય.

જુડો ચેમ્પિયનશીપમાં કબીલપોરના યુવાને બ્રોન્ઝ મેળવ્યો

Share Your Views In Comments Below