નવસારી રેલવે સ્ટેશન પાસે સંસ્કારી નગરીનાં પ્રણેતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા આવેલી છે. જ્યાં લાઈટની યોગ્ય સગવડ ન હોય રાત્રિના સમયે અહી અસમાજિક તત્વોનો અડ્ડો બની જતા સામાજિક કાર્યકરોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. આ પ્રતિમા નજીક દારૂની ખાલી બોટલ જોવા મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

નવસારી સંસ્કારી નગરી તરીકે ઓળખ આપનારા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા નવસારી રેલ્વે સ્ટેશન પાસે આવેલી છે. જ્યાં યોગ્ય સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે સામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાનું ચર્ચાય રહ્યું છે. જ્યાં દારૂની મહેફિલ જામતી હોવાનું દારૂના અવશેષો છોડી જતા જણાય આવે છે.

આ મહારાજા સયાજીરાવની પ્રતિમા પાસે આજે સ્થાનિક આવતા તેની નજર પ્રતિમા નજીક પડેલી દારૂની ખાલી બાટલી પર પડી હતી. તેમણે પ્રતિમા નજીક દારૂની ખાલી બોટલ મળી આવતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ આ પ્રતિમા પાસે યોગ્ય સાફસફાઈ કરવામાં આવે તેવી માગ પણ કરી હતી.

અહીં અગાઉ પણ દારૂની ખાલી બોટલો મળી આવતાં લોકોએ આ બાબતે કલેકટરમાં રજૂઆત કરી હતી અને પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવે તે માટે માંગ કરી હતી. નગરપાલિકા દ્વારા બે ત્રણ માસ સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ સફાઈ ન કરાવતા આજે આ જ સ્થળે દારૂની ખાલી બાટલી મળતા ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ લાગી રહી છે.

આવા કૃત્યથી આમલોકોને ખુબ દુ:ખ થયું
સંસ્કારી નગરી જેના થકી નામ મળ્યું છે અને વિવિધ સંસ્થાનાં નામ સાથે જોડાયેલ મહારાજા સયાજીરાવની પ્રતિમા નજીક આજરોજ અમે જોયું તો દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. જેથી રાત્રિના સમયે લોકો અહીં નશો કરતા હોવાનું લાગી રહ્યું છે. આ બાબતે અમે દુ:ખ અનુભવીએ છીએ. - નીતિન માલવિયા, સ્થાનિક યુવા

વાત ગંભીર છે, આ મામલે તપાસ કરાવીશું
નવસારીમાં રેલવે સ્ટેશન પાસે આવેલી મહારાજા સયાજીરાવ પ્રતિમા નજીકથી દારૂની ખાલી બાટલીઓ મળી આવ્યાની માહિતી મળી હતી. આ અંગે જરૂરી તપાસ કરાવી યોગ્ય પગલાં લેવામાં આવશે. - એમ.પી પટેલ, પીઆઈ, નવસારી ટાઉન

મહારાજા સયાજીરાવની પ્રતિમા પાસે દારૂની બોટલો મળી આવી

Share Your Views In Comments Below