નવસારી પશ્ચિમનો મુખ્ય માર્ગમાં એક ભૂવાનું પુરાણ થયું ત્યાં નજીક જ ગુરૂવારે બીજો ભૂવો પડ્યો હતો. આ મુખ્ય માર્ગ વાહનચાલકો માટે 'ભયજનક' બની ગયો છે અને મોટી હાનિ થાય તો નવાઈ નહીં! નવસારી શહેરના પશ્ચિમે સ્ટેશનથી વિજલપોર, એરૂ ચાર રસ્તા તરફ મુખ્ય માર્ગ જાય છે. આ માર્ગ નવસારીને વિજલપોર શહેર ઉપરાંત પશ્ચિમે આવેલા ઘણાં ગામોને જોડનારો છે. આ મુખ્ય માર્ગ ઉપર મફતલાલ મિલ વળાંકથી હિરામેન્શન ચાલ સુધીના 600 મીટરના રોડ ઉપર મોકાણ સર્જાઈ રહી છે.

અઢી મહિના પહેલા રોડ નીચેની વિજલપોર શહેરની ડ્રેનેજમાં મોટુ ભંગાણ પડી ભૂવા પડ્યા હતા. હવે છેલ્લા બે દિવસથી ઉક્ત જગ્યા નજીક જ પુન: ભૂવા પડ્યા છે. બુધવારે સવારે મફતલાલ મિલના વળાંક સામે રોડ નીચેની માટી ખસી જઈ પોલાણ સર્જાતા ત્યાંથી પસાર થતી એક ટ્રક ખૂંપી ગઈ હતી. આ ટ્રક ખૂંપી જવાની સાથે નવસારીની વરસાદી ગટર પણ તૂટી હતી, જે રાત્રે રિપેર કરાઈ હતી.

આજે ગુરૂવારે મફતલાલ મિલ વળાંકથી થોડે દૂર જ આજ માર્ગ ઉપર બપોરે પુન: ભૂવો પડ્યો હતો અને રોડ નીચે પોલાણ સર્જાયું હતું. જે તંત્રએ પુરાણ કરી બંધ કર્યું હતું. ગુરૂવારે સદનસીબે કોઈ વાહન ફસી ગયું ન હતું. જોકે જે રીતે શહેરના આ પશ્ચિમ મુખ્ય માર્ગ ઉપર રોડ નીચે પોલાણ સર્જાઈ ભૂવા પડી રહ્યા છે તે જોતા રોડ વાહનચાલકો માટે 'ભયજનક' બની ગયો છે એમ કહી શકાય !

ડેપોની ઘણી ટ્રીપો પુન: બંધ
નવસારી ડેપોની 54 જેટલી ટ્રીપો આ માર્ગથી પસાર થાય છે ત્યારે તે ટ્રીપો વિજલપોરની ડ્રેનેજના ભંગાણ બાદ દોઢ-બે મહિનો આ રૂટ પરથી બંધ કરાઈ હતી. હજુ હાલ પુન: આ રૂટ પરથી શરૂ કરાઈ ત્યાં બુધવારે પડેલા ભૂવા બાદ ઘણી ટ્રીપો આ રૂટ પરથી બંધ કરાયાનું જાણવા મળ્યું છે.

હાલ સતત મોનિટરિંગ કરાશે
હાલ અમે માર્ગ ઉપર સતત મોનિટરિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ જરૂર પડશે તો આગામી સમયમાં મોટી કાર્યવાહી કરાશે. હાલ ચોમાસુ હોય મોટી કામગીરી કરવામાં તકલીફ પડી રહી છે. - રાજુ ગુપ્તા, મ્યુનિસિપલ ઈજનેર, નવસારી પાલિકા

ભૂવા કેમ પડી રહ્યા?
આ રોડ નીચેથી નવસારી ઉપરાંત વિજલપોર પાલિકાની પણ ગટરલાઈન જાય છે. આમાંની કેટલીક લાઈન વર્ષો જૂની છે. જેને લઈને લાઈનમાંથી જતું પાણી લીકેજ થઈ બહાર આવે છે, માટીનું ધોવાણ થતાં 'પોલાણ' સર્જાય અને ભૂવા પડી રહ્યાનું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે.

નવસારી પશ્ચિમનો માર્ગ 'ભયજનક' સતત બીજા દિવસે પણ ભૂવો પડ્યો

Share Your Views In Comments Below