રિલાયન્સ જીઓના ગ્રાહકોને હવે બીજી કંપનીના નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે. આ માટે, તેઓએ ઇન્ટરકનેક્ટ યુઝ ચાર્જ (આઈયુસી) ને ટોપ-અપ કરવું પડશે. જો કે જેટલાનું ટોપ કરાવશે તેટલી કીંમતનો મફત ડેટા આપવામાં આવશે. કંપનીએ બુધવારે આ માહિતી આપી હતી. આ નિયમ 10 ઓક્ટોબરથી અમલમાં આવશે.

આ નિર્ણયને પગલે જીઓનાં 35 કરોડ ગ્રાહક પ્રભાવિત થાય તેવી શક્યતા છે. જોકે જીઓ થી જીઓ પર કોલ, ઇંટરનેટ કોલ અને ઇનકમિંગ કોલ પહેલાંની જેમ જ ફ્રી રહેશે. કોલ ટર્મિનેશન ચાર્જ સંબંધિત નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ બુધવારે જાહેરાત કરી છે કે તે ગ્રાહકો પાસેથી કોલિંગ ચાર્જ લેશે.

Jio સિવાય અન્ય નેટવર્ક્સ પર કરવામાં આવતા વોઇસ કોલ્સ માટે Jio વપરાશકર્તાઓ પર પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ લગાડશે. જોકે ગ્રાહકો માટે એ સારી વાત છે કે તેટલી જ રકમનો ફ્રી ડેટા આપી જીઓ બેલેન્સ કરશે. આવું પહેલીવાર બનશે કે જ્યારે જીઓ યૂઝર્સ વોઇસ કોલ માટે પેમેન્ટ કરશે. અત્યાર સુધી જીઓએ ફક્ત ડેટા માટે ચાર્જ કર્યું છે અને દેશમાં ગમે ત્યાં કોઈપણ નેટવર્ક પર વોઇસ કોલ બિલકુલ ફ્રી હતાં. જોકે અત્યારે પણ બધાંજ નેટવર્ક પર ઇનકમિંગ કોલ્સ પહેલાંની જેમ જ ફ્રી રહેશે.

જીઓએ એક નિવેદનમાં કહ્યું કે જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ તેમના વપરાશકર્તાઓ દ્વારા અન્ય ઓપરેટર્સના નેટવર્ક પર કરવામાં આવતા મોબાઇલ ફોન કોલ્સ માટે ચૂકવણી કરવી પડશે, ત્યાં સુધી પ્રતિ મિનિટ ફક્ત 6 પૈસા જ લાગુ રહેશે. આ ચાર્જ જીઓ વપરાશકર્તાઓ દ્વારા અન્ય જિઓ નંબરો અને વોટ્સએપ અથવા આવા અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ્સ પર કરવામાં આવશે નહીં.

JIO નાં ગ્રાહકોને હવે બીજા નેટવર્ક પર કોલ કરવા પ્રતિ મિનિટ 6 પૈસા ચુકવવા પડશે

Share Your Views In Comments Below