નવસારીના શહેરીજનોને આગામી સમયમાં બે ટાઈમ મળી શકશે એવું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલ ઘણા સમયથી પાલિકા પાણીકાપ મૂકી માત્ર એક જ ટાઈમ પાણી આપી રહી છે .

નવસારી પાલિકા ઉકાઈ કાકરાપાર ડેમનું પાણી કેનાલ મારફત શહેરના બે તળાવ દુધિયા તળાવ અને દેસાઈ તળાવમાં ઠાલવી ત્યાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી શહેરીજનોને આપે છે. આમ તો ભૂતકાળમાં ડેમમાં પાણી પૂરતું હોવાની સ્થિતિમાં પાલિકા બે ટાઈમ પાણી શહેરીજનોને આપતી હતી પરંતુ ગત સાલ ડેમમાં પાણી ઓછું રહેતા ત્યાંથી પાણી ઓછું મળ્યું હતું, જેને લઈને પાલિકા એ પાણી કાપ મૂકી એક જ ટાઈમ પાણી આપવાનું શરૂ કર્યું હતું, જે હાલ પણ પાણીકાપ જારી જ છે.

જોકે વર્તમાન ચોમાસાએ સ્થિતિ બદલી કાઢી છે. ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે. જેથી નવસારી પાલિકાને ડેમમાંથી પાણીનો જથ્થો વધુ મળશે એવી પુરી શકયતા છે. આ સ્થિતિમાં પાલિકા એ પાણી કાપ ઉઠાવી બે ટાઈમ પાણી આપવાના નિર્ણય ઉપર મહોર મારી દીધાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે નહેરનું પાણી ક્યારે મળશે તેનો રોટેશન ન મળતા ક્યારથી બે ટાઈમ આપવું તે જાહેર કર્યું નથી. નહેરના પાણીની તારીખ મળતા જ વિધિવત જાહેર કરાશે.

દશેરાથી વિચારણાં પણ રોટેશન જાહેર થયુ નથી
નવસારી પાલિકાના સત્તાધિશો આમ તો 8મી ઓકટોબરને દશેરાના શુભ દિવસથી પાણીકાપ ઉઠાવી બે ટાઈમ પાણી આપવાની નેમ ધરાવી રહ્યા છે. જોકે હજુ નહેરના પાણીનું રોટેશન ન મળતા જાહેરાત કરી શકાઈ નથી. કદાચ થોડો વિલંબ થઈ રહ્યો છે.

8 મહિનાથી વધુ સમયથી કાપ
નવસારી શહેરમાં પાણીકાપ 8 મહિનાથી ય વધુ સમયથી છે. ગત સાલ ડેમ પૂરો ન ભરાતા પાણી ઓછુ મળવાની જાહેરાત બાદ 'કાપ' મુકાયો હતો. આ પાણીકાપના સમયમાં (ખાસ કરીને ઉનાળામાં) અનેક વિસ્તારમાંથી બૂમરાણ મચી હતી.

નહેરનું શિડ્યુલ મળે ત્યારપછી નિર્ણય
નવસારીમાં બે ટાઈમ પાણી આપવાનું જ છે એ બાબતે સિંચાઈ વિભાગ સાથે પણ વાત થઈ છે. જોકે નહેરનું પાણી ક્યારે ક્યારે મળશે તેનું શિડ્યુલ લેખિતમાં મળી જાય પછી બે ટાઈમ પાણી આપવાની શરૂઆત કરાશે. - પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

નહેરનું રોટેશન મળતાં નવસારીજનોને બે ટાઇમ પાણી આપવાનો નિર્ણય

Share Your Views In Comments Below