નવસારી જિલ્લામાં ગુમ થયેલા ઈસમોની એલસીબીએ શોધખોળ કરતા બે દિવસમાં 22 જેટલા ઈસમોને શોધવામાં પોલીસ સફળ રહી હતી અને તેમના વાલીવારસોને સોંપવામાં આવ્યા હતા. જોકે હજુ ગુમ 244 ઈસમોની શોધખોળ પોલીસ ટૂંક સમયમાં કરશે તેવી માહિતી નવસારી એલસીબીએ આપી હતી.

નવસારી જિલ્લામાં ગુમ થયેલા ઈસમોને શોધખોળ કરવા માટે ડીએસપીએ સૂચના આપી હતી. તેને આધારે નવસારી જિલ્લા એલસીબીએ તે માટેની ડ્રાઈવનું આયોજન કર્યું હતું. પોલીસે ગુમ ઈસમોની ભાળ મેળવવાની કાર્યવાહી હાથ ધરતા બે દિવસમાં જિલ્લામાંથી ગુમ 9 મહિલા અને 13 પુરૂષો મળી કુલ 22ને શોધી કાઢી તેમના વાલીવારસોને સોંપવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લામાં હજુ પણ ગુમ થયેલા 174 પુરૂષો અને 70 મહિલાઓ મળી કુલ 244ને શોધી કાઢવા પણ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

ગુમ વ્યક્તિઓની યાદીનું લીસ્ટ કાઢ્યું છે
નવસારી જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદીનું લીસ્ટ અમે કાઢ્યું છે. એલસીબીની ટીમે ગુમ થનારાના ફોટા લઈને 27થી 29મી સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું અને સંજોગવસાત 22 ગુમ ઈસમોની ભાળ મળી આવતા તેમના વાલીવારસોને સોંપવામાં આવ્યા હતા. આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. - વી.એન.પલાસ, પીઆઈ, નવસારી એલસીબી

નવસારી એલસીબીએ બે જ દિવસમાં ગુમ 22 જણાને શોધ્યા

Share Your Views In Comments Below