નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી રાત્રિનાં સમયે પસાર થતા વૃદ્ધને રખડતા ઢોર અડફેટે લઈ શિંગડુ માર્યું હતું. જેને પગલે બેભાન થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલમાં ખસેડાયા હતા.

નવસારીનાં સુંદરવન સોસાયટીમાં રહેતા મુલેન્દ્રભાઈ મુકતાપ્રસાદ જોશી (ઉ.વ.આ.60) પરિવાર સાથે રહે છે. તેઓ ગતરોજ મોડી સાંજે નવસારીનાં રેલવે સ્ટેશન પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. એ સમયે રિક્ષા સ્ટેન્ડ પાસેથી અચાનક રખડતા ઢોરોએ પસાર થતા મુલેન્દ્ર જોશીને અડફેટે લઈ શિંગડુ મારતા તેઓ રોડ પર પડી ગયા હતા.

રોડ પર ફંગોળાતા તેમને માથાના ભાગે ઈજા પહોંચતા બેભાન થઈ ગયા હતા. આ ઘટના બનતા ત્યાંથી પસાર થતા જલાલપોરના યુવાનોએ આ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મુલેન્દ્રભાઈ હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે લોકોમાં નવસારી પાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી કેવી છે તે વિશે ચર્ચા સોશિયલ મિડિયામાં વાયરલ થઇ હતી.

જોકે આ બાબતે નવસારી પાલિકા યોગ્ય નિર્ણય લે તે માટે લોકોએ અપીલ પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા નવસારી શાકમાર્કેટ પાસે એક મહિલાને ઢોરે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઢોર પકડવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત
નવસારીમાં બે માસમાં 167 જેટલા રખડતા ઢોરને પકડવાની કામગીરી પાલિકા દ્વારા કરાઈ છે. હાલમાં આ રખડતા ઢોરને ખડસુપા પાંજરાપોળ ખાતે લેવાની ના પાડી હતી તેથી કામગીરી હાલ સ્થગિત છે. તેમની સાથે 11મી ઓક્ટોબરે પાંજરાપોળના સંચાલકો સાથે મિટિંગ રાખીને ચર્ચા કરવામાં આવશે. - રાજુ ગુપ્તા, ચીફ એન્જિનિયર, નવસારી પાલિકા.

રેલવે સ્ટેશન પાસેથી રાત્રિનાં સમયે પસાર થતા વૃદ્ધને ઢોરે શિંગડુ માર્યું

Share Your Views In Comments Below