હંમેશાં જ્યાં બહારથી તાળું લટકતું રહે છે અને પીવાના પાણીની પણ સુવિધા નથી એવા નવસારી નગરપાલિકા સંચાલિત નિરાધારો માટેના આશ્રાયસ્થાનમાં થોડા મહિના અગાઉ દીકરી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. હરિયાણાની એક દીકરીને વિશ્વાસમાં લઇ વેચવાની તજવીજ કરતા હતાં પણ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેનને ખબર પડતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો છતાં પણ પાલિકા સુધરવાનું નામ લેતી નથી. હાલ પણ આ આશ્રાયસ્થાનમાં કંઈક અજુગતું આચરાઈ રહ્યાની શક્યતા નકારી શકાઇ તેમ નથી.

નવસારી નગરપાલિકા દ્વારા સરકારની રેનબસેરા એટલે આશ્રાયસ્થાનની ગ્રાન્ટ હેઠળ નવસારી કન્યાશાળા નં. ૪ માં પાલિકાનાં શોપિંગ સેન્ટરમાં આશ્રાયસ્થાનના બેનર હેઠળ આ કાર્યરત છે. આ આશ્રાયસ્થાનને ચલાવવાની જવાબદારી આમ તો પાલિકાની છે. પણ તેનો ઇજારો આપી દીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આ આશ્રાયસ્થાન આજે ખાયકી સ્થાન બન્યું છે. અગાઉ પણ અહીં દીકરી વેચી દેવાનું ષડયંત્ર ખૂલ્યું હતું. પણ સી.ડબલ્યુ.સી.ના ચેરમેન સમયસૂચકતા ન વાપરતે તો ચોક્કસ એક કન્યા વેચાઇ ગઇ હોત.

વાત એવી હતી કે એક પરિવારનાં મા-બાપ છૂટા રહેતા હોય ભાઇ-બેન પોતાના પિતા સાથે રહેતા હતા. પિતા સાથે ઝઘડો થતાં બન્ને જણા ભાગી નીકળ્યા હતાં. તેઓને રેલવે સ્ટેશન પાસે જોતા કોઇક દ્વારા ખબર મળતા અરુણાબેન જેઓ ભાજપમાં ઊંચા પદ પર છે તેઓ તેમને આશ્રાયસ્થાને લાવ્યા હતા અને તેના ભાઇને નજીકમાં આવેલી એક શાળામાં મૂકી આવ્યા હતાં. છોકરી એકલી આશ્રાયસ્થાનમાં રહેતી હતી.

છોકરીના કહેવા પ્રમાણે એ એકલી હોય ત્યારે બે-ત્રણ અજાણ્યા માણસો આવતા હતાં. તેણે રસીદા નામની મહિલાને કહ્યું હતું કે મને આ લોકો ૨૦,૦૦૦માં વેચી દેવા માગે છે. રસીદાએ ચાઇલ્ડ વેલફેર કમિટીનાં ઓફિસર હેમલતાબેન આ બાબતે જાણ કરતાં તેઓ આશ્રાયસ્થાને પહોંચીને યોગ્ય કાર્યવાહી કરી ભાઇ અને બહેનનો કબજો મળ્યે તેને ખુદ ચિલ્ડ્રન હોમ ખાતે મૂકી આવ્યા હતાં.

આ વાતની ખબર અરુણાબેનને પડતા તેઓ સીધા ચિલ્ડ્રન હોમ ખાતે જઇ સરકારના કાયદાને નેવે મૂકી ઊંચકી જવાની તૈયારી સાથે ગયા હતા. ત્યાં તેઓએ તોફાન પણ કર્યું હતું પણ સી.ડબલ્યુ.ડી.ના ઓમપ્રકાશ અગ્રવાલને આ બાબતની ખબર પડતાં અરુણાબેન એન્ડ કંપની ત્યાંથી ભગાવ્યા હતા. છોકરીનાં મા-બાપને ખબર પડતા તેઓનો કબજો લેવા માટે આવ્યા ત્યારે અરુણાબેન કંપનીનો ડર હતો એટલે તેઓને સુરત રેલવે સ્ટેશનથી ગાડીમાં બેસાડી પરત બન્નેને ઘરે પહોચાડયા હતાં. પાલિકાનાં ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરતા તેઓ બેફિકરાઇથી જવાબ આપ્યો હતો કે પોલીસ કેસ કરો.

હાલ થોડા સમય પહેલાં આ આશ્રાયસ્થાનની આજુબાજુ રહેતા કેટલાક લોકો અનૈતિક ધંધો ચાલે છે તેવી જાણ થતા અંદર ઘૂસી ગયા હતા. ત્યારે અંદરથી પૂર્ણ નગ્ન અવસ્થામાં એક મહિલા અને પુરુષ બહાર ભાગ્યા હતાં. મળતી માહિતી મુજબ આ આશ્રાયસ્થાનમાં શરાબ અને શબાબની મહેફિલ જામે છે.

આશ્રાયસ્થાનના કોન્ટ્રાક્ટરનો ખુલાસો માંગ્યો
નવસારીમાં ઘર વગરના લોકોના આશ્રાયસ્થાનમાં કાયમ બહારથી લટકાવાતું તાળંુના ટાઇટલ સાથે સંદેશમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. તેને પગલે સંચાલકને દરેક સમસ્યા અંગે દિન ત્રણમાં ખુલાસો ચીફ ઓફિસરે મંગાવ્યો છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કદાચ તેમનો કોન્ટ્રાક્ટ રદ પણ થઇ શકે છે.

નવસારી નગરપાલિકા સંચાલિત આશ્રયસ્થાનનું યોગ્ય સંચાલન ન કરતી સંસ્થાને નોટિસ

Share Your Views In Comments Below