નવસારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રૂ. 350 કરોડના ખર્ચે સરકારી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં આ કોલેજ બનાવાશે. જોકે સરકારે આ બાબતે ચોક્કસ જગ્યા અંગે ફોડ પાડ્યો નથી પરંતુ આ મેડિકલ કોલેજ નવસારી સિવિલ હોસ્પિટલમાં જ તૈયાર કરાશે તેવી માહિતી સાંપડી છે. જેને પગલે નવસારી જિલ્લામાં લોકોને માટે તે આશિર્વાદરૂપ સાબિત થશે.

કેન્દ્ર સરકારે ત્રણ જિલ્લા વચ્ચે એક મેડિકલ કોલેજ તૈયાર કરવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત નવસારીના સાંસદ સી.આર.પાટીલે કેન્દ્ર અને રાજ્ય સરકારે નવસારીમાં મેડિકલ કોલેજ શરૂ કરવા વિનંતી કરી હતી. એ રજૂઆતનો આખરે પડઘો પડ્યો હતો અને રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવસારીમાં મેડિકલ કોલેજને મંજૂરીની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં એમબીબીએસ અને પીજીમાં 45 હજાર સીટ વધારી છે. વડાપ્રધાનનું વિઝન વધુમાં વધુ આરોગ્ય સુ‌વિધા લોકો સુધી પહોંચાડવાનું છે. આ મેડિકલ કોલેજની જાહેરાતને પગલે હવે નવસારી જિલ્લાવાસીઓને પણ તેનો લાભ મળશે.

ગુજરાતના નવસારી સહિત કુલ 5 નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી અને આસપાસના લોકો માટે નવી મેડિકલ કોલેજ આશીર્વાદરૂપ સાબિત થશે એમાં બેમત નથી. જાહેરાત થઈ છે તો ટૂંકાગાળામાં હવે કામગીરી પણ શરૂ કરાશે.

આગામી વર્ષ 2020થી કોલેજ શરૂ થઈ જશે
આગામી વર્ષ 2020થી નવી મેડિકલ કોલેજ શરૂ થઈ જશે. જેનો નવસારી સિવિલ હોસ્પિટલમાં પ્રારંભ કરાશે. રૂ. 350 કરોડના ખર્ચે આ કોલેજ તૈયાર થશે. નવી મેડિકલ કોલેજ જિલ્લા માટે ઉપયોગી બનશે. મેડિકલના વિદ્યાર્થીઓ સહિત આ વિસ્તારના દર્દીઓને પણ આ સુવિધાનો લાભ મળશે. વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન ભારત યોજના એનું જ એક ઉદાહરણ છે. - સી.આર. પાટીલ નવસારી, સાંસદ

નવસારીની સિવિલ હોસ્પિટલમાં સરકારી મેડિકલ કોલેજ બનશે

Share Your Views In Comments Below