નવસારી નગરપાલિકા કચેરીની સામે જ મુખ્ય રસ્તાની બાજુમાં ઉભી રહેતી ફુટની લારીઓના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરતા વાહનચાલકોમાં રોષ જોવા મળે છે તો બીજી તરફ પાલિકા તંત્ર અને પોલીસની રહેમનજર હેઠળ આ લારીઓ ઉભી રહેતી હોવાની લોકો ટીપ્પણી કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે.

નવસારી નગરપાલિકા કચેરીની સામે મુખ્ય રસ્તાની બાજુમાં દુધિયા તળાવ, શાકભાજી માર્કેટ રોડ ઉપર ઘણા સમયથી રસ્તાની બાજુમાં ફળફળાદિની લારીઓ ઉભી રહેતા ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. પાલિકા દ્વારા શહેરભરમાં ઠેર ઠેર રસ્તા પરના દબાણો દૂર કરાવવા માટે કમ્મર કસવામાં આવે છે.

ત્યારે પાલિકા કચેરીની સીમે જ રસ્તાની બાજુમાં ટ્રાફિકને અડચણરૂપ ફૂટની લારીઓના ચાલતા ધંધાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને દિવા તળે જ અંધારૂ એવી ટીપ્પણી સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અહીં રસ્તાની બાજુમાં ઉભા રહેતી ફૂટની લારીઓથી દુધિયાતળાવ, શાકભાજી માર્કેટમાં આવતા જતા મુસાફરો ગ્રાહકોને પોતાના વાહન પાર્કિંગ કરવાની જગ્યા ન હોય દુકાન સામે જ પાર્ક કરતા પાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી રૂપે મેમો પકડાવે છે.

તો ફૂટની લારી ટ્રાફિક માટે અડજણરૂપ હોય તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોય? તેવો પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યા છે. પોલીસની બેવડી અને પાલિકા દ્વારા રસ્તા પરનું દબાણ હટાવવામાં બેવડી નીતિથી લોકોમાં રોષ જોવા મળે છે.

આને કહેવાય દિવા તળે અંધારૂ.. નવસારી પાલિકા કચેરીની સામે ફ્રુટની લારીઓથી ટ્રાફિક જામ

Share Your Views In Comments Below