નવસારી શહેર હરિયાળું શહેર અને પ્રદૂષણમુક્ત રહે તેવા આશય સાથે તથા લોકો તંદુરસ્ત બને તે માટે 'ગો ગ્રીન અને ફિટ ઈન્ડિયા'ના સ્લોગનને ચરિતાર્થ કરવા નવસારીમાં 'રોટા બાઈક' (જીપીએસ સિસ્ટમથી સજ્જ)નો પ્રારંભ કરાયો છે. નવસારીની જાણીતી સંસ્થા રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટે તેની પહેલ કરી છે. સૌ પ્રથમ રે ખુલ્લી મુકવામાં આવી છે.

નવસારી શહેર પ્રદૂષણમુક્ત અને વાહનોનો શોરબકોર ઓછો થાય તે માટે નવસારીની નગરપાલિકા પ્રયત્ન કરી રહી છે. હવે નવસારીમાં આવેલી સામાજિક સંસ્થા રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવસારીનાં નગરજનો અને બહારથી આવનારા મુસાફરો પણ રિક્ષા કે અન્ય વાહનોમાં ભાડું ખર્ચે તેના કરતા આ રોટા બાઈકનો ઉપયોગ કરીને વાહનોનું ભાડું બચાવીને તેમની શારીરિક તંદુરસ્તી પણ સાચવી શકે શકે તેવા પ્રયત્નો હાથ ધરવા આ નવતર પ્રયોગ કરી રહી છે.

જેમાં હાલમાં 50 જેટલી રોટા બાઈક તેમના ખર્ચે લાવીને નવસારીનાં લુન્સીકૂઈ મેદાન સામે આવેલી સ્કાઉટ ઓફિસ પાસે અને નવસારીનાં કૃષિ યુનિવર્સિટીમાં આ બાઈક મુકવામાં આવી છે. તેનો ઉપયોગ કરવાથી નવસારીમાં પ્રદુષણ ઘટશે ઉપરાંત લોકોનાં તંદુરસ્તી ઉપર સારી અસર થશે. આમ ગુજરાતમાં રાજકોટ, જામનગર, ગાંધીનગર, સુરત, વલસાડ અને ત્યારબાદ નવસારી 6ઠ્ઠો રોટા બાઈક (સાઈકલ)નો ઉપયોગ કરનારો જિલ્લો બની રહ્યો છે.

દરેક વ્યક્તિ અઠવાડિયામાં એક વાર રાઇડ કરી શકશે
નવસારી સાયકલિસ્ટ અને રોટરી ક્લબ ઓફ નવસારીએ world obesity dayના દિવસે સમાજમાં જાગૃતિ માટે સાયકલિંગ રાઇડ કરીને જાડાપણાને દૂર કરી હેલ્ધી જીવન જીવવાનો સંદેશો આપ્યો છે. રેગ્યુલર સાઈકલિંગથી તમે જાડાપણા કે મોટાપામાંથી બહાર આવી શકો છો. તેમાં પણ ખાસ કરીને જો દરેક વ્યક્તિ અઠવાડિયામાં એક વાર જોબ કે ઓફિસે સાઈકલ પર જાય તો ગો ગ્રીનની સફળતા ધીમે પણ મળશે. - ચિંતન નાયક, મેમ્બર, નવસારી સાઈકલિસ્ટ ગ્રુપ (હાંસાપોર)

રોટા બાઈકનો વિચાર કેમ?
વિશ્વમાં નેધરલેન્ડ દેશ એવો છે કે ત્યાં લોકોની વસતિ કરતા સાઈકલની સંખ્યા વધુ છે. લોકો વાહનોનાં બદલે ઘરથી ઓફિસ જવા માટે મહત્તમ લોકો સાઈકલનો ઉપયોગ કરતા હોય છે. જ્યાંની BYCS નામની સંસ્થા દ્વારા વિશ્વમાં સાઈકલનો વપરાશ વધે તે માટે પ્રયત્નો કરે છે. જેમાં નવસારી શહેરમાં રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલન થશે તે માટે નવસારીનાં સિદ્ધાર્થ શાહને સાઈકલિસ્ટ મેયર ઓફ સિટી તરીકે નિયુક્તિ કરી છે. જેમનુ સાઈકલની અવેરનેશ માટે તેમજ સરકાર અને લોકો વચ્ચે કડીનું કાર્ય કરવાનું છે.

ઉપયોગ કેવી રીતે કરવો?
રોટા બાઈક એક આધુનિક જીપીએસથી સંચાલિત સાઈકલ છે. તેનો ઉપયોગ કરવા માટે જેતે બાઈક ચાલકે પ્રથમ MYBIKE નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. તેમાં સાઈકલ ભાડે લેનારે રિફન્ડેબલ ડિપોઝીટ તરીકે રૂ. 300નું રિચાર્જ કરાવવું પડશે, ત્યારબાદ એક QRC કોડ આવશે તેના વડે સાઈકલનું લોક ખુલશે અને સામાન્ય દરે રોટા બાઈકનો ઉપયોગ કરી શકાશે.

રાજ્યના 5 જિલ્લા બાદ નવસારીમાં હવે રોટા બાઈક

Share Your Views In Comments Below