નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે એક જાહેરનામા અનુસાર નવસારી જિલ્લામાં થતી ધાડ, લુંટ અને ચોરીઓના ગુના અટકાવવા માટે તથા વણશોધાયેલ ગુનાઓ શોધવા માટે જિલ્લામાં આવેલા મહત્વના સ્થળો, દુકાનો સહિત તમામ પેટ્રોલપંપ ઉપર સીસીટીવી કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફિનિશન) વીથ રેકોર્ડિંગ સીસ્ટમ મુકવામાં હુકમો કર્યા છે. જે તાત્કાલિક અસરથી 28મી નવેમ્બર સુધી અમલમાં રહેશે.

સીસીટીવી કેમેરાના કારણે ગુનેગારો અને ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફીકેશન થઇ શકે ગુનો ડીટેકટ કરવામાં આ કડી મહત્વની બને એટલું જ નહીં ગુનેગારોની વિરુધ્ધમાં આ અંગેનો સબળ પુરાવો કોર્ટ સમક્ષ મુકી શકાય જેથી જિલ્લામાં આવેલ તમામ પેટ્રોલપંપ ઉપરના ફીલીગ સ્ટેશનો ઉપર તથા પેટ્રોલપંપની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે અને ડ્રાઇવર તથા તેની બાજુમા બેઠેલ વ્યકિતનું રેકોર્ડીગ થઈ શકે તે રીતે ગોઠવવા પેટ્રોલપંપ ઉપર આવતી જતી વ્યકિતોઓ તથા વાહનોની ઓળખ થઇ શકે તે રીતે પુરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા.

નવસારી જિલ્લામાં આવેલ તમામ હોટલના ભોજનકક્ષ તથા હોટલની બાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ભોજનકક્ષમાં બેઠેલી વ્યકિતઓનું રેકોર્ડિંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા ગોઠવવાના રહેશે.

જિલ્લામાં આવેલા તમામ ટોલ પ્લાઝા ઉપર આવતાં જતા દરેક વાહનના નંબર આઇડેન્ટિફાઈ થાય તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા ગોઠવવા. તમામ એટીએમ સેન્ટરો સીસીટીવી કેમેરા અને ખાનગી સિકયુરીટી ગાર્ડ (24 કલાક માટે) રાખવા જેથી વ્યકિતઓનું આઇડેન્ટિફિકેશન થઈ શકે સીસીટીવી કેમેરા રાત્રિ દરમ્યાન રેકોર્ડીંગ કરી શકે તેવા ક્વોલિટીનાં રાખવા 30 દિવસ સુધી રેકોર્ડિંગ રહે તેવી વ્યવસ્થા રાખવી.

ચીલઝડપ, ચોરી, ધાડ, લુંટ, બોમ્બ બ્લાસ્ટ કરવાના પ્રયત્નો તથા સમાજ વિરોધી તત્વો ખાસ કરીને ભીડભાડવાળા તેમજ લોકોની અવરજવરવાળા વિસ્તારથી માહિતગાર થઇને તેઓની ગેરકાયદેની પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, સોના ચાંદી તથા ડાયમંડના કીમતી ઝવેરાત વેચનાર જ્વેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, સુપર માર્કેટ /શોપિંગ મોલ, શોપિંગ સેન્ટરો, કોમર્શિયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસો, થિયેટરો, લોજિંગ બોર્ડિંગો, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્રામગૃહોમાં બહુમાળી બિલ્ડિંગોમાં તથા મોટા ધાર્મિક સ્થળોમાં અંદરના ભાગે સીસીટીવી કેમેરા મૂકવા જણાવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.

મહત્ત્વનાં સ્થળો, દુકાન સહિત પેટ્રોલપંપ પર કેમેરા ફરજિયાત

Share Your Views In Comments Below