નવસારીમાં માણેકલાલ રોડ ખાતે આવેલી કપડાની દુકાનમાં 10મીની રાત્રિએ કોઈ અજાણ્યા ચોરોએ દુકાનનું તાળું ખોલીને દુકાનનાં ગલ્લા મુકેલા રૂ.1500 રોકડા અને 40 હજારનાં લેડીઝ કપડાનું પાર્સલ ચોરી ગયાની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે નોંધાઈ હતી.

નવસારીનાં ચિરાગ ચૌહાણ (રહે. સૂર્યદર્શન એપાર્ટમેન્ટ, દડંગવાડનો ટેકરા પાસે, નવસારી) માણેકલાલ રોડ પર આવેલા મહાવીર પેલેસમાં નેહા કલેક્શન નામની લેડીઝ કપડાની વેચાણ કરતી દુકાન ચલાવે છે. તેઓ ગત 10મીએ રાત્રિ સમયે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે રાબેતા મુજબ સવારે દુકાને આવ્યા હતા. તેમણે દુકાને આવીને જોયું તો દુકાનની જાળીમાં મારેલું તેમજ દુકાનની શટરનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું.

તેમણે દુકાન ખોલીને જોયું તો દુકાનના ગલ્લામાં મુકેલા રોકડા રૂ. 1500 ગાયબ જણાયા હતા. તેમણે દુકાનમાં તપાસ કરતા એક દિવસ પહેલા મુંબઈથી આવેલું લેડીઝ કપડાનું પાર્સલ કે જેમાં રૂ. 40640નાં કપડા હતા તે ગાયબ જણાયા હતા.

દુકાનનાં ગલ્લા મુકેલા રૂ.1500 રોકડા અને 40 હજારનાં લેડીઝ કપડાનું પાર્સલ ચોરી ગયા હતા. દુકાનની જાળીમાં મારેલું તેમજ દુકાનની શટરનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું. તેમણે વિજલપોર પોલીસ મથકે દુકાનમાંથી ચોરટાઓ રૂ. 42 હજારની ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. નવસારીમાં હાલ દિવાળીનો માહોલ હોય ચોરટાઓએ કપડાની દુકાનને ટાર્ગેટ બનાવતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

નવસારીના કાપડ દુકાનમાં ચોરટાઓ રોકડ તેમજ 40 હજારનું પાર્સલ ચોરી ગયા

Share Your Views In Comments Below