નવસારીમાં રહેતા કરાટે ક્ષેત્રમાં 5વાર ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકેલા વિસ્પી કાસદ હવે તેના 6ઠ્ઠા રેકોર્ડ માટે તૈયારી કરી રહ્યા છે. હાલમાં કેબીસીનાં સેટ ઉપર વિસ્પી કાસદને મહાનાયક અમિતાભ બચ્ચને આગામી રેકોર્ડ માટે શુભેચ્છા પાઠવી હતી.

નવસારીનાં કરાટે ક્ષેત્રમાં નામના ધરાવનાર અને ઇલેકશન કમિશ્નર ઓફ ઇન્ડિયાનાં ગુજરાતનાં સ્ટેટ આઇકોન વિસ્પી કાસદે 5 ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ અંકિત કર્યા છે. તેઓ હાલમાં 6ઠ્ઠા રેકોર્ડ માટે તૈયારી કરી રહ્યા છે. હાલમાં તેઓ કેબીસી કાર્યક્રમમાં ગયા હતા. વિસ્પી કાસદની ટીમને અમિતાભ બચ્ચને 3 મિનિટ મુલાકાત માટે ફાળવી હતી.

નવસારીમાં કરાતા જનજાગૃતિનાં કાર્યક્રમો અને 6ઠ્ઠા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ભારતના પ્રતિનિધિત્વ માટે વિસ્પી કાસદને અભિનંદન પાઠવ્યા હતા. વિસ્પી કાસદ દ્વારા સમગ્ર પારસી સમાજ તરફથી પારસી સમાજનાં ઈતિહાસને ઉજાગર કરતા ZOROASTRIAN LIFE AND CULTURE અને THE CONTRIBUTION OF PARSIS DURING 1ST WORLD WAR નામનાં બે પુસ્તકો અમિતાભ બચ્ચનને ભેટ આપ્યા હતા. જોગાનુજોગ તે દિવસે અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ હતો. નવસારીનાં પ્રિયાંક રાણા પણ વિસ્પી કાસદના 6ઠ્ઠા ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટે સાથ આપશે.

અમિતાભને મળવાની અનોખી ખુશી હતી
સદીના મહાનાયકને મળવાની ખુશી હતી અને તેમને જન્મ દિવસનાં અભિનંદન પાઠવ્યા હતા. અમે પારસી સમાજ વતી પુસ્તકો ભેટ આપ્યા હતા અને આ પુસ્તકોમાંથી કેબીસીનાં એક એપિસોડમાં પારસી સમાજને લગતો પ્રશ્ન પણ પૂછાયો હતો અને તેના જવાબમાં નવસારી જવાબ આવતા અમને પારસી સમાજ અને નવસારી નગરવાસી તરીકે ગદગદ થયો હતો. મને હજુ સામાજિક સેવા કરવા માટે જણાવ્યુ હતું. નવસારીનાં ઐતિહાસિક દાંડી મેમોરીયલ જોવા માટે અમિતાભ બચ્ચનને આમંત્રણ પણ પાઠવ્યું હતું. - વિસ્પી કાસદ, નવસારી

નવસારીમાં વિસ્પી કાસદને 6ઠ્ઠા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે અમિતાભની શુભેચ્છા

Share Your Views In Comments Below