નવસારી શહેરમાં આવેલી તમામ 18 સરકારી પ્રાથમિક શાળાઓને સીસીટીવીથી સજ્જ કરાશે. આ કામને પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીએ મંજૂરી આપી દીધી છે. નવસારીમાં પાલિકાની નગર શિક્ષણ સમિતિ હસ્તકની 18 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં કુમાર શાળા, કન્યાશાળા, મિશ્ર શાળાનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં ધો. 8 સુધીનું શિક્ષણકાર્ય ચાલે છે અને 3500થી વધુ બાળકો અભ્યાસ કરે છે.

સરકારી ગ્રાન્ટેડ આ પ્રાથમિક શાળાઓમાં સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતાં બાળકો વધુ અભ્યાસ કરે છે ત્યારે અહીં આજદિન સુધી સીસીટીવી મુકાયા નથી. જેના કારણે બાળકોની સુરક્ષા સહિતના અનેક પ્રશ્નો ચિંતા ઉપજાવી રહ્યા છે. આ કારણોને ધ્યાને લઇ હવે અહીંની તમામ 18 પ્રાથમિક શાળાઓમાં સીસીટીવી મુકવાનો નિર્ણય લેવાયો છે.

જેની દરખાસ્ત નગર શિક્ષણ સમિતિમાંથી આવતા નવસારી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીએ આ કામ ઉપર મંજૂરીની મહોર મારી દેવાઈ છે. આ માટેના ખર્ચનો અંદાજ 8.67 લાખ રૂપિયા મુકાયો છે. એક્ઝિક્યુટિવ કમિટીની મંજૂરી બાદ આગામી દિવસોમાં સામાન્ય સભાની મંજૂરી મળતા ટેન્ડરિંગની કામગીરી કરાશે અને ત્યારબાદ શાળાઓમાં સીસીટીવી મુકવામાં આવશે.

10 વર્ષ પૂર્વે બાળકનું અપહરણ - હત્યા થઈ હતી
નવસારીની એક ખાનગી પ્રાથમિક શાળામાં આશરે 10 વર્ષ અગાઉ ગોઝારો બનાવ બન્યો હતો. જેમાં ત્રીજા ધોરણમાં ભણતા બાળકનું શાળાના ગેટ ઉપરથી અપહરણ કરી હત્યા કરાઈ હતી. આ ઘટના સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચાસ્પદ બની હતી અને તે સમયથી બાળકોની સુરક્ષા માટે શાળાઓમાં સીસીટીવી મુકવાની માંગ વેગ પકડી હતી. શહેરની મહત્તમ ખાનગી પ્રાથમિક શાળામાં તો અગાઉથી જ સીસીટીવી મુકાયા હતા.

એક શાળામાં દાતાના સહયોગ મુકાયા હતા
નવસારી શહેરની એક સરકારી પ્રાથમિક શાળામાં એકાદ વર્ષ અગાઉ સીસીટીવી મુકવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિ સંચાલિત સરબતિયા તળાવ નજીક આવેલી મિશ્રશાળા-2માં સીસીટીવી દાતાના સહયોગથી મુકાયાની જાણકારી મળી છે.

હાલ મહત્ત્વના પોઈન્ટ પર કેમેરા ગોઠવાશે
સીસીટીવી શાળામાં મુકવાની ગાંધીનગરથી જ દિશાનિર્દેશ છે. સીસીટીવી મુકવાથી બાળકો ઉપર દેખરેખ રાખી શકાય છે અને સુરક્ષા વધે છે. શિક્ષકોની અવરજવર પણ જોઈ શકાય છે. હાલ તો શાળાના મુખ્ય એન્ટ્રન્સ જેવા પોઈન્ટે સીસીટીવી મૂકવાની દરખાસ્ત છે. - ભૂમિકા પટેલ, શાસનાધિકારી

3500 બાળકોની સુરક્ષા અર્થે શહેરની 18 સરકારી પ્રા.શાળામાં હવે CCTV

Share Your Views In Comments Below