નવસારીમાં વસતા દક્ષિણ ભારતનાં લોકો સામાજિક અને ધાર્મિક પર્વની ઉજવણી માટે વતન જતા હોય છે. નવસારી રેલવે સ્ટેશનથી દક્ષિણ ભારત જતી છ ટ્રેન પસાર થતી હોય છે છતાં તે ટ્રેન ઊભી ન રહેતા લોકોએ સુરત અથવા વલસાડ જવું પડે છે. જેથી નવસારીમાં વસતા દક્ષિણ ભારતનાં લોકોને માત્ર બે મિનિટ ટ્રેન ઉભી રહે તે માટે છ માસ અગાઉ નવસારી રેલવેને શ્રી પદ્મશાળી સમાજ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. આમ છતાં કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

નવસારી જિલ્લામાં 400થી વધુ દક્ષિણ ભારતનાં પરિવારો રહે છે. તેઓના સમાજ શ્રી પદ્મશાળી સમાજ ટ્રસ્ટના હોદ્દેદારોએ ટ્રેનનાં સ્ટોપેજ બાબતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે તેમનું મૂળ વતન આંધ્ર પ્રદેશ, તેલંગણા અને અન્ય સાઉથ ઇન્ડિયાનાં વિસ્તારોમાથી નવસારીમાં નોકરી અને અન્ય કામ કરીને આર્થિક ગુજરાન ચાલવી રહ્યા છે.

તેમણે સામાજિક, લગ્ન પ્રસંગે અને અન્ય કારણોસર વતન જવું પડે છે ત્યારે નવસારીમાંથી 6 ટ્રેન પસાર થાય છે પરંતુ તેનું સ્ટોપેજ નવસારીને ન મળતા નાછુટકે તેઓએ સુરત અથવા વલસાડ જઈને ટ્રેન પકડવી પડે છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

તેમણે નવસારી રેલવે સ્ટેશનથી પસાર થતી 6 ટ્રેનનું સ્ટોપેજ માત્ર બે મિનિટ માટે મળે તે માટે 6 માસથી રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રેલવે તંત્ર વિરૂદ્ધ રોષ ફેલાયો છે.

આ ટ્રેનનું સ્ટોપેજ મળે તો
રાજકોટ-સિકંદરાબાદ ટ્રેન, ભાવનગર કાકીનાડા ટ્રેન, પોરબંદર-સિકંદરાબાદ ટ્રેન, રાજકોટ કોઇમ્બતુર ટ્રેન, વિવેક એક્સપ્રેસ ટ્રેન, બિકાનેર યશવંતપુર ટ્રેનનું સ્ટોપેજ મળે તો લોકોને સુરત અને વલસાડ સુધી લાંબા થવું ન પડે અને લોકોનાં સમય અને ખર્ચનો બચાવ થઈ શકે એમ છે.

વારંવાર રજૂઆત કરી છે
નવસારી, બીલીમોરા અને ગણદેવીમાં દક્ષિણ ભારતના લોકો વસે છે. અમે નવસારીમાંથી પસાર થતી 6 ટ્રેનનું માત્ર 2 મિનિટનું સ્ટોપેજ મળે તેવી સાંસદ અને રેલવે વિભાગમાં વારંવાર રજૂઆત કરી છે. અમારી રજૂઆતનું હજુ સુધી પરિણામ આવ્યું નથી. - અનિલ વાસી, પ્રમુખ, શ્રી પદ્મશાળી સમાજ ટ્રસ્ટ

નવસારીના દક્ષિણ ભારતીયોની 6 ટ્રેનના સ્ટોપેજની રજૂઆત વાંઝણી

Share Your Views In Comments Below