નવસારીમાં સેન્ટ્રલ બેક પાસે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા થેરાપી સેન્ટરમાં શોર્ટ સર્કીટનાં કારણે અચાનક આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ નવસારી ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરોએ અડધા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને પગલે થેરાપી સેન્ટરમાં કસરતના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા.

નવસારીનાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટનાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવકાર થેરાપી સેન્ટર છે. આ નવકાર થેરાપી સેન્ટરમાં લોકોને શારીરિક તકલીફ થતા કસરત કરવા આવે છે. 20મી ઓકટોબરે રાત્રિનાં 9.45 વાગ્યાના અરસામાં બંધ દુકાનમાંથી ધુમાડો બહાર નીકળતો દેખાતા આસપાસના રહીશોએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર અધિકારી કિશોર માંગેલા સ્ટાફ સાથે ત્રણ ફાયર ફાયટરોને લઈને ઘટનાસ્થળે ધસી ગયા હતા.

દુકાનમાં શોટસર્કિટને કારણે આગ લાગ્યાનું જણાતા તેમણે પાણીનો મારો ચલાવીને અડધા કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. ઘટનાસ્થળે 200થી 300 જણાનું લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. ટાઉન પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક સમસ્યા હળવી કરી હતી. આ નવકાર થેરાપી સેન્ટરમાં આગને પગલે કસરતના સાધનો બળી ગયા હતા.

થેરાપી સેન્ટરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં સાધનો બળીને ખાક

Share Your Views In Comments Below