નવસારીમાં દિવાળીનાં પર્વને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના ભાવમાં 20 ટકાથી વધુનો ભાવ વધારાને લઈને માર્કેટમાં મંદીનો માહોલ છે. હાલમાં નાના છોકરાઓ માટેના ફટાકડાની આઈટ્મોનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ફેન્સી આઈટ્મોનું વેચાણ ન થતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

નવસારી જિલ્લામાં દિવાળીનાં પર્વમાં ફટાકડાના માર્કેટમાં હજુ સુધી ખરીદી ન નીકળતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. જેમાં ફટાકડાનું ઉત્પાદન થાય છે ત્યાં શિવકાશી વિસ્તારમાં આ વર્ષે ભારે વરસાદનાં કારણે ફેક્ટરીઓ બંધ હતી અને ત્યારબાદ ફટાકડાનું ઉત્પાદન શરુ થયું હતું અને 20 ટકા જેટલો ભાવમાં વધારો થયો હતો. નવસારીમાં ફટાકડાનું વેચાણ કરતી 12થી વધુ હોલસેલ વેપારીઓની દુકાન આવેલી છે.

હાલમાં આ ફટાકડાની દુકાનો પર છુટીછવાયી ઘરાકી જોવા મળી રહી છે. જેમાં માત્ર નાના બાળકોને લગતી આઈટમો તનકતારા, ચકરડી, કોઠી, દોરી,પેન્સિલ વગેરેની માગ વધુ રહી છે. આ વખતે નવી વેરાયટીઓમાં ડોરેમોન કોઠી, ઈ મીની પીકોક, ચીરકૂટ, કલરિંગ તારા,બટર ફ્લાઈ બજારમાં વેચાણ માટે આવી છે પરંતુ તેમાં ઘરાકી નહીં નીકળતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. નવસારીમાં ફટાકડાનું ટર્નઓવર અંદાજિત 10થી 15 લાખ જેટલુ હોવાનો અંદાજ છે.

મંદીને લીધે ફટાકડાના વેચાણને અસર થઇ છે
માર્કેટમાં મંદીની અસર છે. ફટાકડાની ફેક્ટરી બંધ હોય માલનું ઉત્પાદન ઓછું થયું હોય તેથી ભાવમાં વધારો જોવા મળ્યો છે. હાલ નાના બાળકોની ફટાકડાની આઈટ્મોનું વેચાણ ચાલુ થયું છે, ફેન્સી આઈટમની ઘરાકી હજુ નીકળી હતી. જોકે છેલ્લા બે દિવસોમાં ઘરાકી નીકળવાની આશા છે. - હર્ષિત શાહ, વેપારી, નવસારી

ભાવ વધારાનાં કારણો
ચોમાસામાં સારા વરસાદ ને કારણે ફટાકડા જ્યાં ઉત્પાદન થયા છે ત્યાં ફેકટરી બંધ રહી હતી. બાદમાં ફેક્ટરી ચાલુ થતા ફટાકડાની કિંમતમાં સીધો 20 ટકા ભાવવધારો, મજુરી અને પ્રિન્ટીંગમાં ભાવ વધારો અને અંતે કરવેરા અને મંદીનાં માહોલ વચ્ચે ફટાકડાની કિંમત પર અસર થઈ છે.

નવસારીમાં ફટાકડા બજાર શુષ્ક ઉપરથી ચિંતાના વાદળો, વેપારીઓ મૂંઝવણમાં

Share Your Views In Comments Below