નવસારીના વોર્ડ નં. 6માં આવેલા કાગદીવાડ વિસ્તારમાં અઠવાડિયામાં પાણીની લાઈન લિકેજ થઈ રહ્યું હોવા છતાં પાલિકા સમસ્યાનો હલ લાવી શકી નથી.

આ વિસ્તાર પાલિકાના વોટરવર્કસને લગોલગ જ આવેલ છે. આ કાગદીવાડ વિસ્તારમાંથી પાણીની લાઈન જાય છે. આ મેઈન લાઈન એક ટાંકીથી બીજી ટાંકીમાં જતી હોવાનું જાણવા મળે છે. આ લાઈનમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી લિકેજ થઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા કામગીરી કરવા આવ્યા હતા પરંતુ હજુય લાઈનમાંથી 'પાણી' બહાર આવી રહ્યું છે.

અગાઉ થોડુ પાણી બહાર આવતું હતું. આજે શનિવારે દિવસે તો વધુ પાણી આવી રહ્યું હતું. 10 હજાર લિટરથી વધુ પાણી વહી ગયાનો અંદાજ છે. રોડ ઉપર 'પાણી' લિકેજ થઈ રહ્યું હોય માર્ગ ઉપર પાણીની રેલમછેલ જોવા મળે છે. સાથોસાથ ગંદકી પણ વધી છે.

સતત લીકેજથી પાણીનો બગાડ
મેઈન લાઈનમાં લિકેજ 8-10 દિવસથી છે, જેની બે વખત ફરિયાદ કરી છે પરંતુ લાઈન રિપેર થઈ નથી, સતત લિકેજથી ફિલ્ટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. - ઈકબાલ ઉસ્માની, કોંગી કાઉન્સિલર, નવસારી પાલિકા

સંભવત: સાંધામાંથી લીકેજ છે
પાણીની નવી લાઈનમાં લિકેજ છે, સંભવત: સાંધામાંથી લિકેજ છે. અવારનવાર રજૂઆતો કરી છે કામ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે હજુ પાણી બહાર આવે છે એ વાત સાચી છે. - રાજુભાઈ પટેલ, સ્થાનિક કાઉન્સિલર, નવસારી પાલિકા

નવસારીના તળાવમાં ભરપૂર પાણી વચ્ચે કાગદીવાડમાં અઠવાડિયાથી 'પાણીનો બગાડ'

Share Your Views In Comments Below