મોબાઇલ ફોન તમારી બરબાદીનુ કારણ બની શકે છે. આખેઆખો ફોન જ હેક કરી લઇને તમારી જીવનભરની મૂડી સપાચટ કરતી ટોળકી હવે સક્રિય થઇ છે. આ ચીટરોએ પોલીસની પણ ઊંઘ હરામ કરી નાંખી છે. સ્માર્ટ ફોન વાપરવાની સાથે સાથે કેટલીક કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે નહીંતર બેંક બેલેનસ ઝીરો થતાં વાર લાગતી નથી.

હવે લોકો ડીજીટલ પેમેન્ટ કરવા લાગ્યા છે અને મોટાભાગના આવા ટ્રાન્ઝેકશન મોબાઈલ મારફત જ કરાય છે. ઓનલાઈન ઠગાઈ કરનારા ચીટરોએ ઓટીપી માંગ્યા વગર જ ખાતું ખાલી કરી નાખે છે. આ નવી મોડેસ ઓપરેન્ડીમાં ઠગ ટોળકીઓ મોબાઇલ રીમોટ એકસેસ સોફટવેરનો ઉપયોગ કરી રહ્યા છે.

કોઈ વ્યક્તિ તમને ફોન કરે અને કહે છે કે હું બેંકમાંથી બોલું છું અને તમારા ઓનલાઇન ટ્રાન્ઝેકશન સ્ટોપ કરી દેવાયા છે. આ વાત સાંભળતા જ તમને શંકા જશે એટલે તમે મનમાં વિચારશો કે હવે ઓટીપી માંગશે અને તમે મનમાં વિચારો છો કે હું તો ઓટીપી આપીશ જ નહીં. આ જ સમયે સામેવાળી વ્યક્તિ તમને કહેશે કે તમારે કોઈ જ ઓટીપી આપવાનો નથી. તમે ફક્ત એક એપ્લીલેશન ડાઉનલોડ કરો અને પછી રૂ. 1 અથવા તો રૂ. 10નું ટ્રાન્ઝેકશન કરી જુઓ. ટ્રાન્ઝેકશન થઈ ગયું એટલે સમજી લેવું કે તમારી ઓનલાઈન ટ્રાન્ઝેકશન સુવિધા શરૂ થઈ ગઈ છે.

આ વાત સાભાળીને લોકો રૂ. 1માં શું જાયા છે, એવું માનીને એપ્લિકેશન ડાઉનલોડ કરે છે. આ જે એપ્લિકેશન હોય છે તે અલગ-અલગ પ્રકારની કે અલગ-અલગ નામની હોઈ શકે છે. તે મોબાઇલમાં ડાઉનલોડ થતાં જ તમારા મોબાઈલ ડિસ્પ્લેની મીરર ઈમેજ ઠગના કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ સ્ક્રીન ઉપર દેખાય છે. તમે તમારા મોબાઈલથી ટ્રાન્ઝેકશન કરવા માટે જ્યારે તમારો બેંક એકાઉન્ટનો પીન નંબર એન્ટર કરો છો ત્યારે તે ઠગ નોંધી લે છે અને પછી થોડીક જ વારમાં તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ગાયબ થઈ જાય છે.

જો, આવી ઠગાઈથી બચવું હોય તો રીમોટ એક્સેસ ફેસિલિટી આપતી કોઈપણ એપ્લિકેશન સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ અને અજાણ્યા લોકો જ્યારે બેંકમાંથી બોલું છું, એવું કહીને વાત કરે છે ત્યારે ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે.

આવી ઘણી એપ્લિકેશન છે, જેનો દુરુપયોગ કરાય છે
સુરતના સાઇબર ક્રાઈમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ જે. બી. આહિરે જણાવ્યું કે, રીમોટ એક્સેસ ફેસિલિટી આપતી મોબાઈલ એપ્લિકેશન લોકોની સુવિધા માટે બનાવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક ઠગ લોકો આ સુવિધાનો ઉપયોગ ઠગાઈ માટે કરતાં હોય છે. રીમોટ એક્સેસ માટે એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ એક કોડ સામે વાળી વ્યક્તિ માંગી શકે છે, જો આ વ્યક્તિ પરિચિત ન હોય તો તે કોડ આપવો ન જોઈએ.

જો જો તમારો સ્માર્ટ ફોન જ તમને બરબાદ કરી શકે છે

Share Your Views In Comments Below