નવસારીમાં આગામી 1લી ઓક્ટોબરથી ફિઝિકલી સ્ટેમ્પનું વેચાણ બંધ થશે. હવે તેના સ્થાને ઈ સ્ટેમ્પનો ઉપયોગ કરવા માટેની સુચના નવસારીના સ્ટેમ્પ વેન્ડરોને નાયબ કલેકટર દ્વારા અપાઈ હતી. હવે લોકોએ ઈ સ્ટેમ્પિંગનો ઉપયોગ કરવાનો રહેશે.

હાલમાં ઘણા જમીન કરારો અને સોગંદનામામાં સ્ટેમ્પ પેપરોમાં મોટા પાયે ગેરરીતિ થવાની ઘટના બનતાં સરકાર દ્વારા હવે આગામી 1લી ઓકટોબરથી માત્ર ઈ સ્ટેમ્પિંગ જ માન્ય રહેશે તેવો આદેશ કર્યો હતો. હવે 1લીથી લોકોએ સ્ટેમ્પ માટે લાઈનમાં ઉભા રહેવાની નોબત આવશે. નવસારીમાં સોમવારે મોડી સાંજે નવસારીના 24 જેટલા વેન્ડરો પોતાના સ્ટેમ્પનાં સ્ટોક રજિસ્ટર જમા કરવા અર્થે ગયા હતા.

જ્યાં પ્રાંત કચેરીમાં તેમના સ્ટોક રજિસ્ટર પર સહી કરીને હવે પછી સરકારની બીજી સૂચના આવે નહીં ત્યાં સુધી સ્ટેમ્પનું વેચાણ કરવું નહી તેવી સ્પષ્ટ સુચના આપી દેતા સ્ટેમ્પ વેન્ડરોમાં નિરાશા ફેલાઈ હતી. જોકે આ બાબતે અધિકારીઓએ સરકારી આદેશ ન હોવાનું જણાવ્યું હતું. જોકે હવે સ્ટેમ્પ વેન્ડરો માત્ર ટાઈપ રાઈટરનું જ કામ કરી શકશે તેમ લાગી રહ્યું છે.

ઈ સ્ટેમ્પ લેવા લાઈનમાં ઉભા રહેવું પડશે
નવસારીમાં સોગંદનામાં અને કરાર માટેનાં સ્ટેમ્પ લેવા માટે હવે ઈ સ્ટેમ્પની લાઈનમાં ઉભા રહેવું પડશે. જેમાં લોકોએ પહેલા ફોર્મ ભરવું અને ત્યારબાદ બીજીવાર લાઈનમાં ઉભા રહીને પૈસા અને ફોર્મ જમા કરવા અને ત્રીજી લાઈનમાં ઈ-સ્ટેમ્પ લેવા જવું પડશે. જેથી લોકોને ઈ સ્ટેમ્પ લેવા માટે મુશ્કેલી વેઠવી પડશે.

લોકો માટે નવા ઈ સ્ટેમ્પિંગ સેન્ટરની શરૂઆત કરી દેવાતાં ઘણી રાહત થઈ જશે
જ્યાં સુધી સરકારની બીજી સૂચના કે આદેશ ન આવે ત્યાં સુધી સ્ટેમ્પ વેન્ડરોને સ્ટેમ્પ વેચવા માટે ના પાડી છે. લોકોને હાલાકી થશે એ માટે નવસારી જિલ્લામાં 12 જેટલા ઈ સ્ટેમ્પિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે. આગામી સમયમાં સ્ટેમ્પ વેન્ડરો પણ ઈ સ્ટેમ્પિંગનું કાર્ય કરી શકે તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં સુધી લોકોની લાઈન પૂરી ન થાય ત્યાં સુધી ઈ સ્ટેમ્પ અપાશે. - એન. એ રાજપૂત, પ્રાંત અધિકારી, નવસારી

નવસારીમાં આજથી ફિઝિકલ સ્ટેમ્પનું વેચાણ બંધ, હવે માત્ર ઈ સ્ટેમ્પિંગ થશે

Share Your Views In Comments Below