આજથી 22 વર્ષ અગાઉ 2 ઓક્ટોબર 1997ના દિવસે નવસારી જિલ્લાની જાહેરાત કરાતા નવસારી પંથકની વર્ષો જૂની માગ સંતોષાઈ હતી. તે દિવસે જુનાથાણા સ્થિત નાના કાર્યક્રમનું આયોજન કરી નવા જિલ્લાની જાહેરાતને વધાવાઈ હતી.

ભૂતકાળમાં નવસારી વિસ્તાર વલસાડ જિલ્લામાં હતો, અલગ જિલ્લો ન હતો. જોકે ઘણા વર્ષો સુધી નવસારી ને વલસાડથી અલગ જિલ્લો બનાવાય તેવી સતત માંગ થતી રહી હતી પરંતુ એક યા બીજા કારણે 1997 સુધી ગુજરાતમાં શાસન કરનારાઓએ આ માંગ કાને ધરી ન હતી.પરંતુ ગુજરાતમાં થોડો જ સમય શાસનમાં આવનાર શંકરસિંહ વાઘેલા એ અહીંના લોકોની માંગ કાને ધરી હતી.

સને 1997માં મુખ્યમંત્રી રહેનાર વાઘેલા એ 1 ઓક્ટોબર 1997એ નવસારી જિલ્લો બીજી ઓક્ટોબરથી અમલમાં આવશે એવી જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબર 1997 ના રોજ જ્યારે નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે જુનાથાના સ્થિત સરકારી કચેરીના પ્રાગણમાં સ્થાનિક પત્રકારો એ નાના સમારોહનું આયોજન કરી જિલ્લાની જાહેરાતના વધામણાં કર્યા હતા. નવસારી ટાવર નજીક પણ લોકોએ ભેગા થઈ ખુશીની આપ લે કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લો બન્યો ત્યારે શંકરસિંહની રાજપા પાર્ટી હતી. એ સમયે નવસારીમાં રાજપામાં રાવજીભાઈ અમીન, પ્રકાશ શાહ (વરદાન), નીતિન કંસારા વગેરે હતા. આ રાજપના અગ્રણીઓ ઉપરાંત સરકારમાં તે સમયે મંત્રીપદ શોભાવતા ખુમાનસિંહ વાંસિયાએ પણ જિલ્લાની માંગ સ્વીકાર કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમયે સરકારે નવસારીને અલગ જિલ્લાની જાહેરાત કરવાની સાથે નવસારી તાલુકામાંથી છૂટો કરી જલાલપોર તાલુકો પણ બનાવ્યો હતો.

આજે નવસારી જીલ્લા દિવસ, 1997માં જિલ્લો બન્યો હતો

Share Your Views In Comments Below