નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ઝાપટાને કારણે અને અગાઉ પડેલા ભારે વરસાદથી શહેરના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. વાહનચાલકોએ વાહન ક્યાં હંકારવું એવા પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. હાલ વરસાદ બંધ થતા પાલિકા સત્તાધિશોએ રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરવાનો ડોળ કર્યો હતો પરંતુ રોડ ઉપર પડેલા ખાડામાં કપચી નાંખી પુરવા જતા તેમાં બાઈક સ્લીપ થવાની ઘટના બની રહી છે અને તેના કારણે વાહનચાલકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે.

આવી બે ઘટનાઓ અવારનવાર બનતા ઈજાગ્રસ્ત વાહનચાલકોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં પાલિકા શાસકો સામે કાર્યવાહી કરવા અરજી આપતા આ બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે. આ ઉપરાંત શહેરમાં રસ્તાઓ ઉપર ઠેર ઠેર રખડતા ઢોરો પણ હાલ એક મોટી સમસ્યા બની છે ત્યારે પોલીસ ઉપરોક્ત કિસ્સામાં શું વલણ અપનાવે તે જોવું રહ્યું.

નવસારી શહેરમાં આ વર્ષે વરસાદ ને પગલે રાજમાર્ગો ધોવાતાં ઠેર ઠેર ખાડા પડ્યા છે અને કેટલીક જગ્યાએ ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા છે તે ખબર પડતી નથી. ઘણી જગ્યાએ રસ્તા ચંદ્રની સપાટીની યાદ દેવડાવે છે. તેમાં બે યુવાનોની બાઈક પડી જતા તેમને શરીરે ગંભીર ઈજા થઈ હતી.

રસ્તાની યોગ્ય મરામત નહીં થતા તેની નવસારી નગરપાલિકાનાં સત્તાધિશો હોય નવસારીનાં બે યુવાનો રૂપેન્દ્ર દેસાઈ (અયોધ્યાનગર, નવસારી) અને હિરેન પટેલ (શારદા પેલેસ, છાપરા રોડ)એ આજરોજ ટાઉન પોલીસ મથકે નવસારી નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને જવાબદાર સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપી હતી. નવસારીની પ્રજા હાલ જાહેર માર્ગો પર રખડતા ઢોર અને રસ્તામાં પડેલા ખાડાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યાં છે ત્યારે પાલિકા આ મુદ્દે વિચારી જનહિતમાં કાર્ય કરે તેવી લોકોની માગ છે.

કિસ્સો-1 : નવસારીનાં અયોધ્યાનગર ખાતે રહેતા રૂપેન્દ્ર દેસાઈએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું કે તેઓ 26મી સપ્ટેમ્બરે પોતાનું એકટીવા લઈને ઘરે પરત જતા હતા. એ સમયે દુધિયા તળાવ બાળ ક્રિડાંગણ સામેથી પસાર થતા ખાડામાં વ્હીલ પડી જતા તેમનું મોપેડ પલટી મારી ગયું હતું. જેને પરિણામે ડાબી બાજુની આંખ અને મોઢાના ભાગે ઈજા થઈ હતી અને શરીરે મૂઢમાર વાગ્યો હતો. જેને લઈને 5 દિવસની સારવાર લઈને આજે નવસારી ટાઉન પોલીસમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધિશો સામે કાર્યવાહીની અપીલ કરી છે. - રૂપેન્દ્ર દેસાઈ

કિસ્સો-2 : નવસારીનાં છાપરા રોડ ખાતે રહેતા હિરેન પટેલ દ્વારા 2જી ઓક્ટોબરના રોજ નવસારી ટાઉન પોલીસ મથકે અરજી આપી છે કે તે 1લી ઓકટોબરે રાત્રિ 11.30 વાગ્યાનાં અરસામાં તેમના મિત્રને તેના ઘરે મૂકીને પરત ઘરે જતો હતો ત્યારે તેમની એકટીવા મોપેડ લુન્સીકૂઈ પારસી હોસ્પિટલ પાસેથી પસાર થતા રસ્તામાં ખાડા પડેલા હોય તેમાં વ્હિલ પડતા તેઓ પડી ગયા હતા. જેથી તેમને હાથ અને પગ તેમજ પગની આગળીમાં ઈજા થઇ હતી. શહેરમાં અનેક રસ્તાની હાલત આવી જ જોવા મળી રહી છે.

નવસારીમાં રખડતા ઢોરનો પણ ત્રાસ
નવસારીનાં રખડતા ઢોર જાહેરમાર્ગ ઉપર બેસીને ટ્રાફિકજામ કરતા રહ્યા છે. વાહનચાલકો માટે તે ખતરારૂપ છે. તેને પકડવાની કામગીરી શરૂ કરી છે પરંતુ તે અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. નવસારી નગરપાલિકાનાં અધિકારીઓ નાગરિકોને સેવા સુરક્ષા આપી ન શકવાને કારણે પણ નવસારી પાલિકા સત્તાધિશો ઉપર માછલા ધોવાઈ રહ્યા છે.

ઢોરના મુદ્દે પણ પાલિકા સત્તાધીશો સામે અરજી થઇ હતી
નવસારીનાં એડવોકેટ નદીમ કાપડિયાના પિતાને ગત 26 ઓગસ્ટે ટાવરથી ગોલવાડ જતા રસ્તા પર પસાર થતા હતા ત્યારે જાહેરમાં બે લડતા ગધેડાએ અડફેટે લીધા હતા. જે બાબતે એડવોકેટે નવસારી પાલિકાનાં ચીફ ઓફિસર સહિત સત્તાધિશો સામે કાર્યવાહી કરવા અનુરોધ કરતી અરજી કરી હતી.

ખાડાના કારણે બે વાહનચાલકો પટકાયા, પાલિકા સત્તાધિશો સામે કાર્યવાહી કરવા પોલીસને ફરિયાદ

Share Your Views In Comments Below