નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં વિધવાનાં ઉંમરનો દાખલો લેવા ગયેલી મહિલાને અન્યનાં નામનો દાખલો કાઢી આપતા આ દાખલો સોશિયલ મિડિયામાં વાયરલ થતા સિવિલ હોસ્પિટલની બેદરકારીનો નમુનો જોવા મળ્યો હતો.

બુધવારે સોશિયલ મિડિયામાં મહિલાનો ફોટો વાયરલ થયો હતો. જેમાં ઉમરનાં દાખલામાં નામ કોઈ પુરુષનું લખી દેતા વિધવા મહિલા સિવિલ હોસ્પિટલનાં રેઢિયાળ કારભારનો ભોગ બની હોવાની ચર્ચા સોશિયલ મિડિયામાં થઇ રહી છે. જોકે આ બાબતે તપાસ કરતા તે ફોટોવાળી મહિલાનું નામ સરોજબેન હોવાનું અને તેના પતિનું અવસાન થયા બાદ વિધવા સહાય મળે તે માટે નવસારીનાં સિવિલ હોસ્પિાલમાં સક્ષમ અધિકારીનો ઉમરનો દાખલો લેવા ગઈ હતી.

સિવિલનાં કર્મચારી દ્વારા વહેલા કામ કરવાની લ્હાયમાં લાભાર્થીનું નામ અલગ અને તેના ઉપર ફોટો અલગ જ લાભાર્થીનો ચોંટાડી દીધો હતો અને તેના ઉપર સહી પણ રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસરની જોવા મળી હતી. અહી એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે કર્મચારીથી ભૂલ થાય અને તેના ઉપર સહી કરનારા અધિકારીનું ધ્યાન પણ કેમ ન ગયું તેને લઈ કોમેન્ટ થઈ હતી.

નવસારી સિવિલમાં ઉંમરનો દાખલો મેળવવા જતા મહિલાને કડવો અનુભવ

Share Your Views In Comments Below