નવસારીમાં પડેલા વરસાદને પગલે રાજમાર્ગો ઉપર ખાડા પડ્યા હતા, જેમાં નવસારી પાલિકાએ ડામર ન પાથરતા માત્ર કપચીની ભૂકી પાથરી હતી. જેના પરિણામે ચાર દિવસમાં બે યુવાનો અકસ્માતના ભોગ બની ઈજાગ્રસ્ત બન્યા હતા.

જેને લઈને ગતરોજ નગરપાલિકા આ માટે જવાબદાર હોય તેની વિરૂદ્ધ પગલાં લેવા નવસારી પોલીસ મથકે અરજી આપી હતી. જેને પગલે પોલીસે નવસારી પાલિકા પાસે છેલ્લા એક વર્ષ ન રસ્તા અંગેની માહિતી માંગી હતી.

નવસારીના છાપરા રોડ ખાતે રહેતા હિરેન પટેલ દ્વારા ગતરોજ નવસારી ટાઉન પોલીસ મથકે નવસારી નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને સત્તાધિશો સામે અરજી આપી હતી. જેમાં જણાવ્યું કે 1લી ઓક્ટોબરે તેઓ તેમના મિત્રને મૂકી તેના ઘર તરફ જતો હતો ત્યારે તેમનું એકટીવા મોપેડ લુન્સીકુઈ પારસી હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા. એ દરમિયાન ત્યાં પડેલા ખાડામાં તેમનું મોપેડનું વ્હીલ પડતા તેઓ જમીન પર પટકાયા હતા અને પગ અને હાથમાં ઈજા થઇ હતી.

જેથી આવા માર્ગો બનાવનાર નવસારી પાલિકાનાં સતાધીશો જવાબદાર હોય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજરોજ આ તપાસ ટાઉન પોલીસ સબ ઇન્સ્પેકટર પી.પી.વસાવાને સોંપાઈ હતી. તેમણે આ બાબતે જણાવ્યું કે હિરેન પટેલની અરજીનાં આધારે અમે તપાસ શરુ કરી છે.

ખાડામાં પટકાયેલા યુવાનની અરજી લઇ પોલીસે પાલિકા પાસે રસ્તાની 1 વર્ષની માહિતી મંગાવી

Share Your Views In Comments Below