નવસારીના જલાલપોર વિસ્તારનાં વોર્ડ નં. 8માં આવેલા સતાધાર નગર ખાતે નવસારી નગરપાલિકા દ્વારા પાણીની લાઈન માટે ખોદાયેલા ખાડા 5 દિવસથી ન પુરાતા સ્થાનિકોમાં આક્રોશની લાગણી પ્રસરી ગઈ છે. જેમાં રાત્રિના સમયે આ ભયજનક બનેલા ખાડામાં વાહન પડતા અકસ્માત થાય તેવી ભીતિ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

નવસારીનાં વોર્ડ નં. 8માં સમાવિષ્ટ સતાધાર નગરમાં નવસારી નગરપાલિકા દ્વારા પાણી અને ગટરનાં કામો માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. આ કામગીરીમાં વિલંબ થતા આ ખાડા ભયજનક બન્યા છે. આ બાબતે સ્થાનિકોએ નવસારી પાલિકાનાં જે તે વિભાગનાં જવાબદાર કર્મચારીઓને જણાવતા તેઓએ કામગીરી પૂરી ન કરતા આ ખાડા આજે લોકો અને રાહદારીઓ માટે ભયજનક બન્યા છે.

સ્થાનિકો દ્વારા નવસારી પાલિકા દ્વારા જે તે કામગીરી પૂરી કરીને તાકીદે આ ખાડા પુરવા માટે જણાવ્યું હતું. જેમાં સ્થાનિક નીતિન માલવિયાએ જણાવ્યું કે આ ખાડા રાત્રિનાં સમયે ભયજનક બની જતા હોય છે. આ ખાડા પુરવા બાબતે જેતે અધિકારીને જણાવ્યું છે. આ ખાડાને પરિણામે ફોર વ્હિલ વાહનો આગળ જતા ન હોય તે બાબતે નવસારી પાલિકા યોગ્ય પગલાં લે તે જરૂરી બન્યું છે.

પાણીની લાઈન ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે
જલાલપોરનાં કિરણનગર ખાતે જૂની પાણીની લાઈન બંધ થઈ જતા પાણી વિતરણ કરવા માટે નવી પાણીની લાઈન ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે. જેથી આ ખાડા પુરાયા નથી, કામગીરી પૂર્ણ થયેથી આ ખાડા પૂરવામાં આવશે. - મયુરભાઈ, પાલિકા કર્મી, નવસારી નગરપાલિકા

પાણીની લાઈન માટે ખોદેલા ખાડા ન પુરાતાં લોકોને હાલાકી

Share Your Views In Comments Below