નવસારીનાં એડવોકેટનાં વયોવૃદ્ધ પિતાને બે ગધેડાએ અડફેટમાં ચઢાવતા તેમને ગંભીર ઇજા થઇ હતી. આ બાબતે એડવોકેટ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નવસારીનાં એકિઝ. કમિટીનાં ચેરમેન તથા ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ આપવા જતાં પોલીસે એફઆઇઆરને બદલે લેખિત અરજી સ્વકારી હતી. એ અરજીને આજે ૧૪ દિવસ થઇ જવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં તેમણે આજે શહેર મામલતદાર (એક્ઝિ. મેજિસ્ટ્રેટ)ને લેખિત અરજી આપી હતી. આ અરજી સંદર્ભે મામલતદારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા લેખિત જાણ કરી છે.

નવસારી એડવોકેટ નદીમ કાપડીયાએ શહેર મામલતદારને પાઠવેલી અરજીમાં જણાવ્યું છે કે ગત્ તા. ૨૬-૮-૨૦૧૯ નાં રોજ તેમનાં પિતા અબ્દુલગની કાપડીયા દવા લેવા ટાવરથી ગોલવાડ તરફ જઇ રહ્યા હતાં. ત્યારે બે ગધેડા લડતા લડતા આવી પહોંચ્યા હતાં અને તેમને અડફેટમાં લેતા થાપાનું હાડકું તૂટી ગયેલું તથા હાથમાં અને માથામાં પણ ઇજાઓ થઇ હતી. તેઓ જણાવે છે જાહેર માર્ગો પર વાહનો અને રાહદારીઓની અવરજવર રહેતી હોય ત્યાં રખડતા ઢોરોનું નિયંત્રણની જવાબદારી ચીફ ઓફિસર ડી.એન. ગોહિલ તથા એક્ઝિ. કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણીની થતી હોય છે.

આ બાબતે તા. ૧૮-૯-૨૦૧૯ નાં રોજ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયા હતાં. ત્યારે ફરજ પરનાં સબ ઇન્સ્પેક્ટરે ઉપલા અધિકારી સાથે ચર્ચા કર્યા પછી એફઆઇઆર દાખલ કરવાનું જણાવ્યું હતું, પરંતુ ફરિયાદ દાખલ ન કરતાં તેમણે નાયબ પોલીસ અધિક્ષકને ફરિયાદ રજિસ્ટર્ડ કરવાનું જણાવતા તેમણે તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ નહીં કરે એમ જણાવેલું તેમણી એસપીની ગેરહાજરીમાં લેખિત અરજી સ્વીકારી હતી અને તેનાં પર તપાસ કરવાની હોય સ્વીકારવામાં આવે છે એવો શેરો માર્યો હતો.

ઉપરોક્ત અરજીને ૧૪ દિવસ થવા છતાં કોઇ કાર્યવાહી ન કરી તેમણે ફરિયાદ દાખલ કરી નથી. તેમણે કોઇનાં નિવેદનો લીધા નથી. સીસીટીવી નાં ફૂટેજ પણ મેળવ્યા નથી. આ સંજોગોમાં સંબંધિત પોલીસ અધિકારીઓએ ફરિયાદ ન નોંધતા રાજ્યપાલનાં હુકમ અને આદેશ મુજબ કોગ્નિઝેબલ ગુનાની એફઆઇઆર પોલીસ સ્ટેશનનાં અધિકારી નોંધશે અને જો તેઓ ન નોંધે તો તા. ૨૨-૪-૧૯૯૮ નાં નોટિફિકેશન મુજબ આપે (મામલતદારે) શેરો કરી આગલી કાર્યવાહી કરવાની રહે છે. જેથી આપને મળેલી સત્તાની રૂએ એફઆઇઆર નોંધવા ઘટતું કરશો એવી વિનંતી કરી હતી.

આ અરજીનાં સંદર્ભમાં નવસારીનાં કાર્યપાલક મેજિસ્ટ્રેટે તા. ૩-૧૦-૨૦૧૯ નાં રોજ નવસારી ટાઉન પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટરને પોલીસ જ્યારે કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ ન નોંધે ત્યારે ગુજરાતનાં રાજ્યપાલનાં હુકમથી પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિપત્ર મુજબ ગૃહ વિભાગનાં સચિવ દ્વારા કરવામાં આવેલ હુકમને અનુસરવા જણાવ્યું છે.

નવસારી પાલિકાનાં સીઓ તથા એક્ઝિ. ચેરમેન વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ

Share Your Views In Comments Below