નવસારીનાં કાલીયાવાડી ખાતે રહેતી મહિલાને અભ્યાસ અર્થે રાજસ્થાન જવું હોય તે માટે એક એપ્લીકેશન ઉપર ટીકીટ માટે સર્ચ કર્યું હતું. જેથી એક ઇસમનો ફોન આવ્યો હતો. જેમાં રૂ. 50 ઓનલાઈન જમા કરાવવાનું કહેતા વાતચીતમાં ઓટીપી નંબર મેળવીને અડધો કલાકમાં રૂ. 45 હજાર ખાતામાંથી ઉપડી ગયા હતા. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં આઈટી એક્ટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પોલીસ કરી રહી છે.

નવસારીનાં કાલીયાવાડી ખાતે રહેતી મહિમા (નામ બદલ્યું છે) પતિ અને પરિવાર સાથે રહે છે. તેઓ રાજસ્થાન ખાતે આવેલી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમણે રાજસ્થાન જવાનું હોય ટીકીટ માટે જસ્ટ ડાયલ એપમાં આવેલી ટુર એન્ડ ટ્રાવેલ્સની વિવિધ કંપનીમાં ટીકીટ માટે સર્ચ કર્યું હતું. બાદમાં દીપક તિવારી નામના ઇસમનો તેમના પર ફોન આવ્યો હતો.

તેણીએ તેમને રાજસ્થાન જવાનું કહેતા તેણે એક લીંક મોકલી હતી. આ લીંક ખોલીને મહિમા વિગતો ભરતી હતી ત્યારે જણાવ્યું કે આ સાથે રૂ. 50નું ફોર્મ ભરવાનું છે ત્યારબાદ જ ટીકીટ કન્ફર્મ થશે. જેથી મહિમાએ ફોર્મમાં ડેબિટ કાર્ડની વિગત ભરી હતી અને ત્યારબાદ તેમને ફોન આવતાં જણાવ્યું કે તમારા નંબર ઉપર એક ઓટીપી નંબર આવ્યો. એ નંબર આપ્યા બાદ જ ટીકીટ કન્ફર્મ થશે.

મહિમાએ વિશ્વાસમાં આવી જઈ ઓટીપી દીપકને આપ્યો હતો. બાદમાં મહિમાના બેંકના એકાઉન્ટમાંથી 15 મિનિટમાં જ 25 હજાર ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો અને થોડો સમય બાદ રૂ. 20 હજાર ડેબિટ થયાનો બીજો મેસેજ આવ્યો હતો. જેથી આ મેસેજ આવતાં મહિમાએ બેંકમાં ફોન કરીને એટીએમ કાર્ડ બંધ કરાવી દીધું હતું. તેણીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે દીપક તિવારી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી અને આઈટી એક્ટની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધ્યા
નવસારીમાં એક મહિલાને એપ્લિકેશનમાં લીંક આપીને 45 હજારની ઓનલાઈન છેતરપિંડીની ઘટના હાલ નોંધાઈ છે. 6 માસ અગાઉ પણ એક શિક્ષકને બેંકમાંથી બોલું છું અને એટીએમ કાર્ડ બ્લોક થઇ જશે એવી બીક બતાવીને ડેબિટ કાર્ડની વિગતો જાણી છેતરપિંડી આચરાઈ હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.

સાયબર ફ્રોડ - છેતરપિંડીની ફરિયાદ નોંધી છે
મહિલાએ રાજસ્થાન જવા માટે વેબસાઈટ પર જસ્ટ ડાયલ એપમાં સર્ચ કર્યું હતું. બાદમાં કોઈ દીપક તિવારીનો ફોન આવ્યો અને લીંક આપીને ડેબીટ કાર્ડની વિગતો માંગીને 45 હજારની ઓનલાઈન છેતરપિંડીની ઘટના નોંધાઈ છે. જોકે, આ ઘટનામાં દીપક તિવારી નામનો શખ્સ જાણકારી મહત્વની બની છે. જેથી અમે આ દીપકનું નામ આરોપી તરીકે નોંધી તપાસ હાથ ધરી છે. - ટી.આર. ચૌધરી, પીએસઆઈ, નવસારી ગ્રામ્ય

ઓનલાઈન ટિકિટના નામે ઠગાઈ, નવસારીની મહિલા પાસે OTP મેળવી 30 મિનિટમાં 45 હજાર સેરવી લીધા

Share Your Views In Comments Below