સરકાર દ્વારા ટ્રાફિકનાં નવા નિયમોમાં લાયસન્સ અને નવા દસ્તાવેજોની અગત્યતા હોય રિક્ષા એસોસિએશન નવસારી દ્વારા રિક્ષાચાલકો માટે નવા લાયસન્સની માહિતી મળે અને તેનાં રજીસ્ટ્રેશન કરી આપવા રવિવારે વિનામૂલ્યે નવસારી સ્ટેશન નજીક કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં 200થી વધુ રીક્ષાચાલકોએ લાયસન્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

નવસારી ઓટો રિક્ષા એસોસિએશન અને આરટીઓનાં સહયોગથી શનિવારે સ્ટેશન પાસે લાયસન્સ અને અન્ય દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી ઓટો એસોસિયેશનનાં ગણેશ મરાઠે, રાકેશ પટેલ અને નવસારી એઆરટીઓ કચેરીના આરટીઓ ઇન્સ્પેકટર પી. એમ. લવ્યા ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં રિક્ષા એસોસિએશનનાં પ્રમુખ દ્વારા ઉપસ્થિત મહેમાનનું સ્વાગત કરીને આવકાર આપ્યો હતો. આરટીઓનાં ઇન્સ્પેકટર પી. એમ. લવ્યાએ હાલનાં સરકારનાં ટ્રાફિકનાં નવા કાયદા અને નિયમોની સમજણ આપી હતી અને લોકોનો સહકાર માંગ્યો હતો અને લોકોને ટ્રાફિકનાં નિયમન માટે જરૂરી દસ્તાવેજો પણ સાથે રાખે તે માટે અપીલ કરી હતી.

નવસારી ઓટો રિક્ષા એસોસિએશન અને આરટીઓ નવસારીનાં સૌજન્યથી યોજાયેલ આ વિનામૂલ્યે નોંધણી કેમ્પમાં 200થી વધુ રિક્ષાચાલકોએ લાયસન્સ માટે ઓનલાઈન એપ્લાય કર્યું હતું. આ પ્રસંગે રિક્ષા એસોસિએશનનાં રાજેશ ઠાકોર, વસંત ખેરનાર, ઈમ્તિયાઝભાઈ અને બંસી પાંડેએ રિક્ષાચાલકોને અસુવિધા ન પડે તે માટે સંચાલન કર્યું હતું. અંદાજે 200થી વધુ ચાલકોએ ઓનલાઈન એપ્લાય થયા છે.

ઓનલાઈન એપ્લાય થયા છે ટૂંક સમયમાં બોલાવશે
નવસારી આરટીઓનાં સૌજન્યથી યોજાયેલા આ કેમ્પમાં હાલનાં સરકારનાં કાયદા મુજબ અભણથી લઈને ધો. 10 પાસને લાયસન્સ આપશે તેવા નિર્ણયને પગલે આવા રિક્ષાચાલકો લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ લઈને આજે 200થી વધુ રિક્ષાચાલકોએ ઓનલાઈન નોંધણી કરાવી છે અને આરટીઓ દ્વારા ટૂંક સમયમાં લાયસન્સ માટે બોલાવશે તેમ અમને જણાવાયું છે. - ગણેશ મરાઠે, પ્રમુખ, નવસારી રિક્ષા એસોસિએશન

ઓનલાઈન નોંધણી કેમ્પમાં રિક્ષાચાલકોનું રજિસ્ટ્રેશન

Share Your Views In Comments Below