જલાલપોરની હંસગંગા સોસાયટીમાં 200થી વધુ ઘરો નાં રહીશોને નવસારી પાલિકામાં વેરો ભરવા છતાં કોઈપણ જાતની સુવિધા ન અપાતા સોમવારે કલેકટરને આવેદનપત્ર આપીને તાકીદે સુવિધા આપવા અરજ કરી હતી.

ગૌરીશંકર મહોલ્લા પાસે આવેલી હંસગંગા સોસાયટી આવેલી છે. જેમાં 15 વર્ષ થી 200થી વધુ પરિવાર રહે છે. આ સોસાયટીમાં વિકાસનાં કામો ન થયાનો નગરસેવકો સામે આક્ષેપ કરીને રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં 40થી વધુ સોસાયટીનાં રહીશોએ ભેગા થઈને કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યું કે તેમના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રસ્તા બન્યા નથી, જેના લીધે ખાડામાં પડતા લોકોને ઈજા થવાના બનાવો બન્યા છે.

ગાંધી જયંતીએ સફાઈનાં કાર્યક્રમો થયા પરંતુ અહી સફાઈ થતી નથી. સ્ટ્રીટ લાઈટની સંખ્યા ઓછી છે અને કાયમ બંધ રહે છે. દીકરીઓની સુરક્ષા જોખમાઈ છે. પાલિકા દ્વારા માત્ર અડધો કલાક જ પાણી આપવામાં આવે છે અને જે પાણી આપવામાં આવે છે તે પીવાલાયક નથી. સોસાયટીના ઊંડા પ્લોટમાં ખાડામાં છોકરાઓ ડૂબી જવાની શક્યતા છે. બાજુની સોસા.નાં મળમૂત્રનો નિકાલ કરાતા ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. મફતલાલ મિલનું કેમિકલવાળું પાણી અહી આવતા અનેક રોગો ફેલાઈ રહ્યા છે.

વેરો ભરવા છતાં કોઈ સુવિધા અપાતી નથી
હંસગંગા સોસાયટીનાં લોકો વોર્ડ 8 અને 10 વોર્ડની વચ્ચે જીવી રહ્યા હોય તેમ બંને વોર્ડનાં નગરસેવકોને ફરિયાદ કરતા આ અમારો વોર્ડ નથી તેમ જણાવતા અમારી સોસાયટીનાં કામો થતા નથી. ગંદકીની ભરમાર વચ્ચે અહી જીવવુ દુષ્કર બની રહ્યું છે. નગરપાલિકામાં વેરો ભરવા છતાં કોઈ સુવિદ્યા અપાતી નથી. જો નવસારી પાલિકા સમસ્યાનું નિરાકરણ ન કરે તો અમો મુખ્યમંત્રીને ફરિયાદ કરીશું. - લક્ષ્મણભાઈ નાગર, મંત્રી, હંસગંગા સોસાયટી

જલાલપોરની હંસગંગા સોસાયટીના રહીશોનું વિવિધ સમસ્યાના નિરાકરણ માટે આવેદન

Share Your Views In Comments Below