ઓટોમોબાઈલ્સમાં મંદીની બૂમરાણ વચ્ચે નવસારી જિલ્લામાં દશેરાએ ઘરાકી નીકળી હતી. જિલ્લામાં ફોરવ્હિલર અંદાજે 140 જેટલા તો ટુ વ્હિલરનું વેચાણ હજારનો આંક પાર થયાની જાણકારી બહાર આવી છે. જોકે અગાઉના દશેરા કરતા સરેરાશ વેચાણ ઘટ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી ઓટોમોબાઈલ્સ પ્રોડકટમાં મંદીની બૂમરાણ છે અને વેચાણ ઘટી ગયાની વાત બહાર આવી છે. ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાં ઘણાં કર્મચારીઓની છટણી કરાયાના પણ અહેવાલ છે. આ સ્થિતિ વચ્ચે આજે દશેરો હતો, જે દિવસે ઘણાં લોકો વાહનોની ખરીદી કરતા હોય છે.

નવસારી સહિત જિલ્લામાં આજે દશેરાના દિવસે વાહનોની ઘરાકી થઈ હતી. ટુ વ્હિલરમાં બાઈક અને મોપેડ બંનેમાં વેચાણ બુક થયા હતા તો ફોર વ્હિલરમાં પણ દશેરાએ વેચાણ થયું હતું. ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાંથી મળતી માહિતી મુજબ દશેરાએ નવસારી ઉપરાંત ચીખલી, વાંસદા વગેરે સ્થળેથી ટુ વ્હિલરનું વેચાણ અંદાજે 1 હજાર જેટલુ થયું હતું. એજ રીતે સમગ્ર જિલ્લામાં મારૂતિ, હ્યુન્ડાઈ સહિતના ફોર વ્હિલર વાહનોનું વેચાણ 140નો આંક પાર કર્યાનો અંદાજ છે.

અહીં ઉલ્લેખનીય છે કે આજે દશેરાએ વાહનોનું વેચાણ તો થયું હતું પરંતુ અગાઉના વર્ષોના દશેરાના વેચાણ સામે કેટલાક ટુ વ્હિલર-ફોર વ્હિલરમાં 20થી 35 ટકા સુધી વેચાણ ઓછું પણ થયું હતું.

નવસારીમાં મંદી ખરી પણ ઓછી
નવસારીમાં પણ તાજેતરના દિવસોમાં ઓટોમોબાઈલ્સની મંદી રહી હતી. જોકે દેશભરમાં જ્યાં 35 ટકાથી વધુ વેચાણ ઘટ્યાના અહેવાલ છે ત્યાં નવસારીમાં 20થી 25 ટકા જ છે. કેટલીક પ્રોડકટમાં તો પાંચ ટકા જ ઘટ્યાના અહેવાલ છે. એક જાણકાર ડિલરે જણાવ્યું કે, નવસારીમાં સરકારી કર્મચારી સહિત ફિક્સ પગારધારકો વધુ છે, તે પણ એક કારણ છે.

કેટલાકમાં વેચાણ ઘટ્યું નથી
નવસારી પંથકમાં કેટલાક વાહનોનું પ્રમાણ મંદી છતાં ઘટ્યું ન હોવાનો દાવો કરાયો છે. નવજીવન હ્યુન્ડાઈવાળા નરેશ અગ્રવાલે જણાવ્યું કે અમારા વાહનોનું વેચાણ નવસારીમાં મંદીમાં પણ પાંચ ટકા જ હતું. જ્યારે આજે દશેરાએ તો અગાઉ જેટલા જ વાહનો વેચાયા હતા, કદાચ વધ્યા પણ હોઈ શકે ! આવુ ટુ વ્હિલરની એક જાણીતી કંપનીની ડિલરે દશેરાએ વેચાણ જળવાય રહ્યાનું જણાવ્યું હતું.

અગાઉના દશેરા કરતાં 30 ટકા ઓછું
સરેરાશ ઓટોમાબાઈલ્સ પ્રોડકટોના વેચાણમાં હાલના સમયમાં ઘટાડો થયો છે. જેમાં અમારી મારૂતિ પણ છે. આજે દશેરાના દિવસે સ્થિતિ થોડી સુધરી અને વેચાણ થયું હતું. જોકે અગાઉના દશેરાના દિવસની સરખામણીએ અમારે ત્યાં અંદાજે 30 ટકા વેચાણ ઓછુ થયું હતું. - નિશિથ નાયક, આસિ. જનરલ મેનેજર, કટારીયા ઓટોમોબાઈલ્સ, નવસારી

રૂરલ બેલ્ટમાં 25 ટકા તો સિટીમાં 20 ટકા વેચાણ ઘટ્યું
દશેરો હોય લોકો આ દિવસે વાહન ખરીદીને શુભ માનતા હોઈ આજે વાહનોનું વેચાણ તો નોર્મલ દિવસો કરતા સારુ થયુ જ હતું. જોકે અગાઉના દશેરા કરતા 20થી 25 ટકા વેચાણ ઓછુ થયું હતું. રૂરલ બેલ્ટમાં 25 ટકા તો સિટીમાં 20 ટકા વેચાણ હાલના સમયમાં ઘટ્યું છે. - ચિંતન ઈંટવાલા, મેટ્રો મોટર્સ, નવસારી

જિલ્લામાં દશેરાએ 140 કાર અને 1000 ટુ વ્હીલરનું વેચાણ

Share Your Views In Comments Below