ગત ચોમાસામાં અતિ જર્જરિત બનેલા નવસારી શહેરના રસ્તા બાબતે સોમવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં કાઉન્સિલરોએ પસ્તાળ પાડી હતી. શાસક પક્ષના સભ્યોએ પણ વિપક્ષના સૂરમાં સૂર પુરાવ્યો હતો.

નવસારીના રસ્તાઓ છેલ્લા બે મહિના શહેરમાં 'ટોક ઓફ ધ ટાઉન' રહ્યા હતા. મહત્તમ રસ્તા બિસમાર બનતા લોકોએ ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. આજે સોમવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં તેનો પડઘો પડ્યો હતો. આ મુદ્દો ઉંચકતા પાલિકાના વિપક્ષી કાઉન્સિલર પિયુષ ઢીમ્મરે જણાવ્યું કે, ખરાબ રસ્તાને કારણે બે ગંભીર અકસ્માતો તાજેતરમાં થયા હતા. આ માટે પાલિકા જવાબદાર છે. દોઢ-બે વર્ષથી મંજૂર થયેલા રસ્તાના કામો પણ ન કરાતા આ સ્થિતિ ઉદભવી હતી.

નવસારીમાં પણ લોકોને ચંદ્રની સપાટી જોવા મળી રહી છે. મેહુલ ટેલર તથા વિપક્ષી નેતા અંજુમ શેખે પણ તેની રજૂઆતને ટેકો આપ્યો હતો. વિપક્ષી સભ્યોની રજૂઆતમાં સૂરમાં સૂર પુરાવતા શાસક પક્ષના સિનિયર કાઉન્સિલર જયંતિ ગોપાણીએ પણ જણાવ્યું કે, અનેક રસ્તાઓ ચોમાસામાં ધોવાઈ ગયા હતા. રસ્તામાં ડામરનો પૂરતો ઉપયોગ કરે તે વહીવટીતંત્રે જોવુ જોઈએ અને ઘાલમેલ રહી ગઈ હોય તો શિક્ષાત્મક પગલાં પણ લો.

રસ્તાઓ આયોજનથી બનાવો. ધવલ દેસાઈએ પટેલ સોસાયટીમાં નવા ડ્રેનેજના કામ ઉપર રસ્તા બનાવતા તૂટી ગયેલા રસ્તા અંગે સવાલ કર્યા હતા. પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન કર્ણ હરિયાણીએ પણ રસ્તાના મુદ્દે જવાબદારો સામે પગલાં લેવા તૈયારી બતાવી હતી. ચૂંટાયેલા સભ્યોએ રસ્તા મુદ્દે રીતસર પસ્તાળ પાડી હતી.

પાલિકાની સભામાં રસ્તા ઉપરાંત મિનિટસ બુક સભ્યોને આપવી, રખડતા ઢોરનો પ્રશ્ન, સોસાયટીઓના આંતરિક રસ્તાઓ વગેરે મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ચર્ચામાં ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રા, એક્ઝિક્યુટીવ ચેરમેન પ્રેમચંદ લાલવાણી, છાયાબેન દેસાઈ, શીલાબેન દેસાઈ, ઈકબાલ ઉસ્માની વગેરેએ પણ ભાગ લીધો હતો.

ત્રિભોવન ચાવડા સામે વિપક્ષ તૂટી પડ્યો
પાલિકાની સભામાં શાસક પક્ષના સિનિયર સભ્ય ત્રિભોવન ચાવડા બોલી રહ્યા હતા ત્યારે અધ્યક્ષસ્થાનેથી પ્રમુખે તેમને સંબોધન ટૂંકાવી બેસી જવાની ટકોર કરતા ચાવડા અકળાયા હતા અને નારાજગી વ્યક્ત કરી કંઈક સંબોધન કરતા વિપક્ષી સભ્યો ઉભા થઈ ગયા હતા અને 'ચાવડા અધ્યક્ષને પ્રશિક્ષણ આપો' એવું કહી સમગ્ર સભાનું તથા પાલિકાનું અપમાન કરી રહ્યા હોય માફી માંગે તેવી માગ કરી હતી. થોડો સમય હોહા બાદ અધ્યક્ષસ્થાનેથી જ પ્રમુખ કાંતુભાઈ પટેલે મામલો શાંત પાડી દીધો હતો.

ચાલુ સભાએ વધારાના કામો અપાયા
પાલિકામાં દર વખતે વધારાના કામો લાવવામાં આવે છે. જોકે સભા શરૂ થવા અગાઉ તે કામો સભ્યોને અપાય છે. આજે તો સભાનું કામ કેટલુય પુરૂ થયા બાદ વધારાના કામોનું લિસ્ટ સભ્યોને અપાતા વિપક્ષ નારાજ થયો હતો. અંજુમ શેખ સહિતના વિપક્ષી સભ્યોએ છેલ્લી ઘડીએ સભા ચાલતી હોય ત્યારે વધારાના કામો આપવાની ટીકા કરી જણાવ્યું કે, કમ સે કમ સભા શરૂ થવાના અડધો કલાક અગાઉ તો વધારાના કામો આપવા જોઈએ. જેથી અભ્યાસ કરી ચર્ચા કરી શકાય ! વિપક્ષી સભ્યોએ નારાજ શાસક પક્ષના સભ્યોને રાજી રાખવા છેલ્લી ઘડીએ કામ મુક્યાનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે વધુ મતોથી વધારાના કામો મંજૂર કરાયાની જાણકારી મળી હતી.

પાલિકા કચેરીની રિનોવેશન કામગીરી ગુણવત્તા યુકત ન થતાં વિવાદમાં
નવસારી પાલિકાની રિનોવેશન કરાયેલી કચેરીનો મુદ્દો પણ સભામાં ઉઠ્યો હતો. વિપક્ષી નેતા અંજુમ શેખે મામલો ઉઠાવતા કોન્ટ્રાકટરે ગુણવત્તાયુકત કામ ન કરતા પગલાં લેવાની માગ કરી હતી. શાસક પક્ષના અગ્રણી જયંતિ ગોપાણીએ કોન્ટ્રાકટરને 'બ્લેક લિસ્ટ કરી પૈસા અટકાવવાની' રજૂઆત કરતા વિપક્ષે ગોપાણીની રજૂઆતને ડેસ્ક થપથપાવી ટેકો આપ્યો અને પગલાં લેવા નિર્ણય લેવાયો હતો.

બેરોજગારી છતાં પાલિકામાં જૂના કર્મચારીઓને જ નિમણૂક અપાઇ
નવસારી પાલિકામાં રિટાયર થયેલા કર્મચારીઓને જ પુન: કરાર આધારિત નિમણૂક આપવા મુદ્દે વિપક્ષી સભ્ય પ્રભાબેન વલસાડીયાએ જણાવ્યું કે, જૂના જ કર્મચારીઓને પુન: નિમણૂક આપો છો તો નવા ક્યારે શીખશે ? બેરોજગારી ઘણી છે તો ખાલી જગ્યા ઉપર નવાની ભરતી કરોને! તેમણે પાલિકાની કર્મચારીઓની ભરતીની નીતિની ટીકા કરી હતી.

જર્જરિત રોડ મુદ્દે નવસારીનો વિપક્ષ તો ઠીક શાસકોનો પણ વિરોધ

Share Your Views In Comments Below