25 કરોડ રૂપિયાના ખર્ચે નવસારી શહેરની ડ્રેનેજ યોજનાનું નવિનીકરણ કરવાની શરૂઆત પાલિકાએ કરી દીધી છે. મહત્તમ પિચિંગ સ્ટેશન તથા રાઈઝીંગ લાઈનોની કાયાપલટ કરવામાં આવશે.

નવસારી શહેરમાં અંદાજે 75 હજાર મિલકતો આવેલી છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક તમામ મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતો સાથે પાલિકાની ભૂગર્ભ ગટરો જોડાયેલી છે. ભૂગર્ભ ગટરોના વહન માટે ડ્રેનેજના 'પંપિંગ સ્ટેશનો' તથા 'રાઈઝીંગ લાઈનો' મહત્ત્વની હોય છે. શહેરમાં પંપિંગ સ્ટેશનો અને રાઈઝીંગ લાઈનો વર્ષો જૂની થઈ જતા નવિનીકરણની આવશ્યકતા હતી, જેને લઈને પાલિકાએ નવિનીકરણનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ સરકારની અમૃત યોજનાની ગ્રાંટમાંથી 24.96 કરોડ રૂપિયાના ખર્ચે નવસારીના નવા પંપિંગ સ્ટેશનો તથા રાઈઝીંગ લાઈનો નાંખવામાં આવશે. 3 નવા પંપિંગ સ્ટેશનો બનાવાશે અને 8 પંપિંગ સ્ટેશનોનું નવિનીકરણ કરાશે. શહેરભરમાં અંદાજે 25 કિલોમીટર લાંબી રાઈઝીંગ લાઈન નાંખવામાં આવશે. રાઈઝીંગ લાઈનો આરસીસીની જગ્યાએ ડીઆઈ લાઈન નંખાશે. ગધેવાન ખાતે 49 એમએલડીનો સમ્પ પણ બનાવાશે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પાલિકાના ઈતિહાસનો આ સૌથી મોટા પ્રોજેકટમાંનો એક છે. આ ગટર યોજનાના નવિનીકરણની શરૂઆત પણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની હાજરીમાં કરી હતી.

ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ઓછી થશે
નવસારી શહેરમાં પંપિંગ સ્ટેશનો અને રાઈઝીંગ લાઈનોના નવિનીકરણથી ડ્રેનેજ સિસ્ટમની 'કેપેસિટી' વધશે. જેથી કેટલીય જગ્યાએ ડ્રેનેજો 'ચોકઅપ' અને ડ્રેનેજ ઉભરાવાથી જે સમસ્યા થાય છે તે ઓછી થઈ જશે. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધેલી મિલકતો અને તેને લઈને વધેલા ડ્રેનેજ કનેકશનોને જોતા નવિનીકરણની તાતિ જરૂરી હતી.પાલિકાએ હવે તે દિશામાં કામગીરી શરૂ કરી છે.

ગાયકવાડી સમયની ડ્રેનેજ અડીખમ
નવસારી શહેરમાં ભૂતકાળમાં જ્યારે ગાયકવાડી શાસન હતું તે સમયે 1930ના અરસામાં શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નાંખ્વામાં આવી હતી. આ 90 વર્ષ જૂની લાઈનો હજુ અડીખમ અને સારી હોવાનું જાણવા મળે છે.

25 કરોડના ખર્ચે નવસારીની ડ્રેનેજ યોજનાનું નવિનીકરણનું કામ શરૂ

Share Your Views In Comments Below