નવસારીને અડીને આવેલા ગ્રીડ પાસે કબીલપોર જતા માર્ગ પર ઉમા દર્શન કોમ્પ્લેક્ષમાં છેલ્લા 3 માસથી સ્પાની આડમાં વિદેશથી યુવતીઓ બોલાવી ગ્રાહકોને શરીર સુખ માણવાની સગવડ કરી આપનારા સ્પાના માલિકો અને મેનેજરની નવસારી એસઓજીએ ધરપકડ કરી હતી. સ્પાનાં માલિકો અને મેનેજરને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી એસઓજીને બાતમી મળી હતી કે ગ્રીડથી કબીલપોર જતા માર્ગ ઉપર ઉમાદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલા બીજા માળે દુકાન નં. 201 અને 202માં ભાડેથી સ્પા સ્ટેશન નામનું સ્પા સેન્ટર હરેશ બદ્રકિયા (હાલ રહે. શ્યામનગર, સેવન્થ ડે સ્કુલની બાજુમાં, વિજલપોર, મૂળ રહે. જામનગર) અને તેના ભાગીદાર તરીકે વિશાલ અશોક ટેલર (રહે. શાસ્ત્રી રોડ, બારડોલી, જિ. સુરત) સાથે ચલાવી રહ્યા છે અને તેઓ એકબીજાની મદદગારીથી બેંગકોક અને થાઇલેન્ડની યુવતીઓને બોલાવીને તેમની પાસે દેહવિક્રય કરાવે છે.

આ સ્પા સેન્ટરમાં મેનેજર તરીકે સુરેશ લાલસીંગ રાઠોડ (હાલ રહે. ઉમાદર્શન કોમ્પ્લેક્ષ)ને રાખી ગ્રાહકોનો સંપર્ક કરીને શરીરસુખ માણવાના નાણા વસૂલતા હતા. જેની ખબર પડતા 24મી ઓક્ટોબરે મોડી સાંજે એસઓજીના પીઆઈ કે.જી લીમ્બાચીયા, કિશોર ગુલાબ, કલ્પેશ વેરાગી અને સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયા હતા. પોલીસે એક ડમી ગ્રાહક મોકલીને ખરાઈ કરી હતી અને ત્યારબાદ રેડ પાડી હતી. દરમિયાન પોલીસે હરેશ બદ્રકિયા અને વિશાલ ટેલર સહિત સુરેશ રાઠોડની ધરપકડ કરી હતી.

પોલીસે તેમની પાસેથી 6 નંગ મોબાઈલ કિંમત રૂ. 39 હજાર અને રોકડા રૂ. 33 હજાર મળી કુલ 72 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તેમને મોડી સાંજે નવસારીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના બે દિવસ 27મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આ ગોરખધંધામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તે બહાર આવશે.

વિદેશી લલનાઓને ચીખલીમાં આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલાઈ
કબીલપોરનાં સ્પા સેન્ટરમાં ભોગ બનનારી બે વિદેશી યુવતીઓ પણ રેડ સમયે ઘટના સ્થળે હતી. તેઓને ચીખલી ખાતે આવેલી નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલવાની તજવીજ હાથ ધ રી છે. આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે. - કે.જી. લીંબાચીયા, પીઆઈ, એસઓજી

પ્રતિ ગ્રાહક રૂ. 3000 વસૂલાતા હતા
પોલીસના જણાવ્યા મુજબ કબીલપોરના સ્પા સેન્ટરમાં બેંગકોક અને થાઈલેન્ડથી યુવતીઓને દેહવ્યાપાર માટે લવાતી હોવાની માહિતી મળી હતી. ગ્રાહક દીઠ મસાજ કરવાના રૂ. 3 હજારથી વધુ સર્વિસ ચાર્જ સ્પાનાં સંચાલકો લેતા હોવાની માહિતી પણ મળી છે.

કબીલપોરનાં સ્પા સ્ટેશનમાં બેંગકોકની લલનાઓનું કુટણખાનું ઝડપાયું

Share Your Views In Comments Below