નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારમાં રાત્રે 8થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવાનું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યું છે.

દિવાળીના દિવસો શરૂ થતા નવસારી જિલ્લામાં પણ ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે ફટાકડા ફોડવાને લઈને નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત નવસારી જિલ્લાના હદ વિસ્તારમાં સુપ્રિમ કોર્ટના હુકમ અનુસંધાને 23મી ઓકટોબરથી 13મી નવેમ્બર સુધી રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનો સમય નિર્ધારિત કરાયો છે તથા તે સિવાયના સમયે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર થશે.

અહીં ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટના હુકમનો મૂળભૂત હેતુ ફટાકડાથી પ્રદુષણ અને જાહેર આરોગ્યને થતી હાનિ રોકવાનો છે એમ પણ જણાવાયું છે. કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહીં.

શૈક્ષણિક સંસ્થાઓના વ્યવસ્થાપકોએ શાળાના આચાર્યોએ વિદ્યાર્થીઓને અવાજ અને હવાથી થતી પ્રતિકૂળ અસરો અંગે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન થાય તે માટે ઘટીત પગલા લેવા પણ જણાવાયું છે. આ જાહેરનામાનો જિલ્લામાં અમલ 25મી ઓકટોબરથી 4 નવેમ્બર સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

142 ફટાકડાના હંગામી લાયસન્સ
જિલ્લામાં ફટાકડાનો કાયમી વેપાર કરનારા ઓછા છે. જોકે સરકાર પાસે 'હંગામી લાયસન્સ' મેળવી ધંધો કરનારા નાના વેપારી છે. ચાલુ સાલ 142 હંગામી લાયસન્સ અપાયા છે. નવસારી શહેરમાં 15, ગ્રામ્યમાં 16, જલાલપોરમાં 15, ગણદેવીમાં 18, ચીખલીમાં 42, ખેરગામમાં 21, વાંસદામાં 15 લાયસન્સ અપાયા છે.

જાહેરનામાથી ઘણાં અજાણ
જિલ્લા મેજીસ્ટ્રેટે સુપ્રિમ કોર્ટના આદેશ અંતર્ગત બહાર પાડેલા જાહેરનામાની ઘણાંને ખબર જ નથી, તેથી તેના પાલન અંગે પણ સવાલ ઉભા થાય એમ છે.

રાત્રે 8થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે, નવસારી જિલ્લામાં જાહેરનામુ

Share Your Views In Comments Below