દિવાળીની રજાઓ દરમિયાન ઘર બંધ કરી ફરવા જતાં પરિવારોની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરો દ્વારા ચોરીનાં બનાવો વધી જતાં હોય છે. આવા સંજોગોમાં બંધ ઘરોમાં ચોરીના બનાવો બનતા અટકાવવા માટે નવસારી એલ.સી.બી.ના ઈન્સ્પેકટર વિક્રમસિંહ પલાસ એક યાદીમાં જણાવે છે કે રજાઓમાં ઘર બંધ કરીને હરવા ફરવા જતાં પરિવારોએ બંધ ઘરોમાં કિંમતી ચીજવસ્તુઓ, સોનાના દાગીના તથા મોટી રોકડ રકમ મૂકવી નહીં.

પોતાનું ઘર બંધ હોવા બાબતે સોસાયટી કે એપાર્ટમેન્ટના પ્રમુખ અથવા પોતાના નજીકના સગાસંબંધીઓને જાણ કરવી. ઘણા દિવસો સુધી મકાન બંધ રહેવાનું હોય તો જે તે પોલીસ મથકમાં આ અંગેની જાણ કરી પોતાનો મોબાઈલ નંબર પોલીસ મથકમાં લખાવી દેવા અને જે તે પોલીસનાં મથકનાં નંબરો લખીને પાસે રાખવા.

પોલીસને જાણ કરવાથી જે તે સોસાયટીમાં પોલીસ સ્ટેશન દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન વોચ રાખી શકાય.

તેઓ વધુમાં જણાવે છે કે દિવાળીનાં તહેવારો દરમિયાન કોઈ બેંક ખાતેદાર મોટી રકમ લઈને જનાર હોય તો કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસની મદદની જરૂર હોય તો પોલીસ કંટ્રોલરૂમ નવસારીને જાણ કરવી જેથી પોલીસ પી.સી.આર. વાન ઘર કે વેપારના સ્થળ સુધી મૂકી જશે. 

નવસારીમાં રજાઓમાં બંધ ઘરોમાં ચોરી અટકાવવા માટે માર્ગદર્શન

Share Your Views In Comments Below