વિજલપોરને 'શહેર'નો દરજ્જો મળ્યાને 25 વર્ષ બાદ આખરે નવા વર્ષમાં અહીંના 80 હજારથી વધુ લોકોને ફિલ્ટરેશન પ્લાન્ટમાં 'ટ્રીટ' કરેલું શુદ્ધ પાણી મળી શકશે.

અનેક શહેરોમાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરેલુ પાણી અપાઈ રહ્યું છે. અહીંના વિજલપોર શહેરની પણ 'મધુર જળ યોજના' સાડા 6 વર્ષ અગાઉ મંજૂર થઈ હતી. આ યોજના થકી કેનાલનું પાણી શહેરના તળાવમાં ઠાલવી ફિલ્ટરેશન પ્લાન્ટમાં 'ટ્રીટ' કરી શુદ્ધ પાણી આપશે. યોજના અંતર્ગત શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટાંકી, તળાવને ડેવલપ કરાયું, રાઈઝીંગ લાઈન નંખાઈ અને ડિસ્ટ્રીબ્યુશન લાઈનો નાંખવામાં આવી છે.

સમગ્ર યોજનાનો ખર્ચ 22 કરોડ થયો છે. જેને લઈને વિજલપોરમાં પાલિકા બન્યાના 25 વરસે 80 હજારથી વધુ લોકોને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરેલ પાણી હિન્દુ નવા વર્ષમાં મળી શકશે. શહેરની સૌથી મોટી યોજનાનું ખાતમુહૂર્ત થઈ ખુલ્લી મુકાશે. યોજના વહેલી તકે કાર્યરત થાય તે માટે પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન દશરથ પટેલ, સીઓ જી.કે. ચાંડપ્પા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

હાલ સુધી 'બોર'નું પાણી અપાતુ હતુ
વિજલપોરના શહેરીજનોને આજદિન સુધી અહીંની પાલિકા બોરીંગનું પાણી આપી રહી છે. શહેરમાં વિવિધ જગ્યાએ આ માટે 14 બોર બનાવવામાં આવ્યા છે. ટાંકીઓ પણ બનાવાઈ અને તેના દ્વારા લાઈનો મારફત પાણી પાલિકા લોકોને આપી રહી છે.

નહેરનું પાણી મળવા અંગેના વિવાદને કારણે વિલંબ
વિજલપોરની આ મધુર પાણી યોજના 3 વર્ષથી વધુ વિલંબાઈ છે. એક યા બીજા કારણે કામગીરી ધીમી ચાલી હતી, પરંતુ બે વર્ષ નવસારી સાથે નહેરનું પાણી મળવાને લઈને ચાલતા વાદવિવાદથી વિલંબાયો છે. જોકે હવે નહેરનું પામી મળવાની શરૂઆત થઈ જતા વધુ વિવાદ થવાની શક્યતા ઓછી છે.

મોટાભાગની કામગીરી પૂર્ણ
વિજલપોરની પાણી યોજનાનું મોટાભાગનું કામ પુરૂં થઈ ગયું છે. ટેસ્ટીંગ પણ થઈ ગયું છે. આગામી દિવસોમાં શહેરીજનોને 'ટ્રીટ' કરેલ પાણી આપી શકાશે. - શશીકાંત પટેલ, મ્યુ. ઈજનેર, વિજલપોર પાલિકા

વિજલપોરના શહેરીજનોને નવા વર્ષમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 'શુદ્ધ' પાણી મળશે

Share Your Views In Comments Below