કબીલપોર ધર્મિનનગરમાં રહેતી મહિલા નજીકમાં રહેતા ભાઈને મળવા માટે બહાર ગઈ હતી. એ સમયમાં ચોરટાઓએ ઘરનું તાળું નકુચાથી તોડીને ઘરમાંથી રૂ. 1.82 લાખની મત્તાની ચોરી ગયા હતા.

ધર્મિન નગર નજીક ઓમ રેસીડન્સીનાં ફ્લેટ નં. 104માં ભરત બોરસે પત્ની લીનાબેન અને બાળકો સાથે રહે છે. ભરત બોરસે પલસાણામાં ફાયર સેફટી ઓફિસર તરીકે કામ કરે છે. 26મીએ લીનાબેન કબીલપોર રહેતા તેમના ભાઈ સંજયને મળવા સવારે 11 વાગ્યે ઘરને તાળું મારી ગયા હતા.

ભાઈને મળીને તેઓ 12.30 વાગ્યે ઘરે આવ્યા હતા. તેમણે ઘરે પહોંચતા તાળું તૂટેલુ જોવા મળ્યું હતું. તપાસ કરતા કબાટમાંથી સોનાના દાગીના અને રોકડા 1500 મળી કુલ 1.82 લાખ મત્તાની ચોરટાઓ ચોરી ગયાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી.

ચોરટાઓ શું શું લઈ ગયા
અઢી તોલાનો સોનાનો નેકલેસ રૂ. 50 હજાર, 2.5 તોલાનું સોનાનું મંગળસૂત્ર કિંમત રૂ. 50 હજાર, 1 તોલાની સોનાની ચેઈન કિંમત રૂ. 20 હજાર, 1.5 તોલાની સોનાની ચેઈન રૂ. 30 હજાર, સોનાની બુટ્ટી 1 તોલા રૂ. 20 હજાર, 5 ગ્રામની નાની વીટી રૂ.10 હજાર, ચાંદીનાં કડા રૂ. 900 અને રોકડ રૂ.1500 મળી કુલ રૂ.1,82,400ની મત્તાની ચોરી ચોરટાઓ ચોરી ગયા હતા.

કબીલપોરમાં મહિલા દોઢ કલાક ઘરની બહાર ગઇને 1.88 લાખની મત્તાની ચોરી

Share Your Views In Comments Below