નવસારીમાં હાઈવે નં. 48 ગણેશ સિસોદ્રા નજીકના ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર અજાણી મહિલા રસ્તાની વચ્ચે ચાલતી હતી, ત્યારે કબીલપોર યુવા સંસ્થાનાં કાર્યકરો અંકિત પારેખ, મયુર પટેલ, બલદેવભાઈ અને સંદીપભાઈને શંકા જતા ઉભી રાખી પૂછપરછ કરતા પ્રત્યુતર ન મળતા શંકા ગઈ હતી.

જેથી તેમણે 181ને જાણ કરી હતી. મહિલા હાઇવે પર ટ્રાફિક વચ્ચે દોડી ગઈ હતી. યુવા સંસ્થાનાં કાર્યકર્તાએ ટ્રકને રોકીને મહિલાનો જીવ બચાવ્યો હતો. બાદમાં હેલ્પલાઈન દ્વારા આવેલી 108-181 મહિલા કોન્સ્ટેબલ અને કાઉન્સેલરે પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરી પૂછતાછ કરતા માનસિક રીતે અસ્વસ્થ મહિલા રાજકોટની હોવાનું જણાવતા તેના પરિવારને જાણ કરી હતી.

મહિલાને બચાવવા એક કિ.મી. ચાલ્યા
અમે તેને હાઈવેની વચ્ચેથી ન ખસેડી હોત તો તેનો અકસ્માત નક્કી જ હતો. અમે વલસાડ જવાના હતા પરંતુ મહિલાની સ્થિતિ જોઈને ગયા ન હતા. મહિલાને રસ્તાની વચ્ચેથી સાઈડ પર લાવ્યા એની સાથે અમો એક કિ.મી ચાલ્યા. તેને વીરવાડી મંદિરે લાવ્યા અને નાસ્તો કરાવાયો અને પુછતાછ કરતા તે રાજકોટની હોવાનું જાણતા પોલીસે તુરંત સપર્ક કર્યો અને તેના પરિવારજનોને સોંપી હતી. - અંકિત પારેખ, સભ્ય, કબીલપોર યુવા સંસ્થા

કબીલપોર યુવા સંસ્થાએ માનસિક અસ્વસ્થ રાજકોટની મહિલા પરિવારજનોને સોંપી

Share Your Views In Comments Below