નવસારીમાં ટાવર નજીક બંસીધર શોપની ઉપરના ભાગે અમેરિકાના સર્વેલન્સ કંપનીની બ્રાંચ ચાલે છે. જેમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતુ હોવાની ધમકી આપી રૂ. 20 લાખની માંગણી કરતા નવસારી બહાર ડાંગમાં ફરજ બજાવતા પોલીસ જવાન અને પત્રકાર સહિત કુલ 6 જણાં સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.

હાલ પોલીસે ત્રણની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ કેસમાં આગામી દિવસોમાં અનેક વિવાદો બહાર આવે તેવી શક્યતા છે. આ કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થતા આગામી દિવસોમાં આ કેસમાં નવો વળાંક આવે તેવી સંભાવના છે.

પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારીમાં ટાવર પાસે બંસીધર શોપની ઉપર આવેલી ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની સર્વેલન્સ કંપનીની એક બ્રાંચ આવેલી છે. જેનો કોન્ટ્રાકટ પાર્થ જયંતિભાઈ પટેલ (રહે. વસંતવિહાર સોસાયટી, લુન્સીકૂઈ, નવસારી) ધરાવે છે. તેમને ત્યાં બીજા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. દરમિયાન 17મી ઓકટોબરે રાત્રે 1 કલાકની આસપાસ પોલીસે આ અમેરિકાની સર્વેલન્સ કંપનીની બ્રાંચ ઉપર રેડ કરી હતી.

જોકે આ રેડ કરનાર નવસારીનો પોલીસ જવાન નહીં પરંતુ અગાઉ એલસીબીમાં રહી ચૂકેલો અને હાલ ડાંગ જિલ્લા પોલીસમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ મિશ્રા હતો. તેની સાથે નવસારીના પત્રકારોએ પણ ત્યાં ધામો નાંખ્યો હતો. જેમાં મહેરનોઝ, હાર્દિક, અતુલભાઈ સહિત જીગ્નેશ ઉર્ફે જીગો અને અન્ય એક ઈસમનો સમાવેશ થાય છે.

ઘટનાસ્થળે ધસી ગયા બાદ ગેરકાયદે કોલ સેન્ટર બાબતે નવસારી એલસીબીને જાણ થતા એલસીબીની ટીમ પણ તપાસ અર્થે પહોંચી હતી પરંતુ ત્યાં કંઈક વાંધાજનક નહીં મળતા પોલીસ પરત ફરી હતી. એ વખતે રાત્રે 1.45ની આસપાસ ડાંગમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ અને પત્રકારોએ કમ્પ્યૂટરના વાયર ખેંચી કાઢી, કેમેરા બંધ કરી સંચાલકને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હોવાનું જણાવી ટ્રાઈનું લાયસન્સ ન હોવાનું જણાવી રૂ. 20 લાખની માંગણી કરી હતી.

જોકે એ માંગણી સ્વીકારવા પાર્થ પટેલે સામર્થ્ય ન દાખવતા સોદાબાજી ચાલી હતી અને આખરે કોઈ જ મેળ ન પડતા ધમકીઓ આપી પત્રકારો અને પોલીસે છેલ્લે કેસ પતાવવા રૂ. 1.50 લાખ નક્કી કર્યા હતા પરંતુ તે અંગે પાર્થ પટેલે ના પાડ્યા બાદ આખરે માથાકૂટ થતા રૂ. 25 હજાર રોકડા હાર્દિકને આપ્યા હતા પરંતુ આ ઘટના પછી પાર્થ પટેલે નવસારી જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાને લેખિત અરજી આપી હતી.

જેની જાણ થતા પુન: 25 હજાર આ ટોળકીએ પરત કરી દીધા હતા. જોકે જિલ્લા પોલીસવડાને અપાયેલી અરજી બાદ તપાસ કરતા આખરે પાર્થ પટેલની નવસારી ટાઉન પોલીસ મથકમાં પોલીસ જવાન અને પત્રકાર સહિત 6 જણાં સામે ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે હાલ મહેરનોઝ, અતુલ અને હાર્દિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસ જવાન સહિત 3 જણાં ફરાર છે.

ડોક્યુમેન્ટ ચેક કર્યા પછી જ કાર્યવાહી કરી
નવસારીમાં અમેરિકાની સર્વેલન્સ કંપનીની બ્રાંચ થકી મોલમાં નજર રાખવામાં આવી રહી છે ત્યારે પોલીસે આ બાબતે ગંભીરતાથી લીધી છે કે કેમ ? એવો સવાલ પણ ઉભો થયો છે. જોકે જિલ્લા પોલીસવડા ડો. ગિરીશ પંડ્યાએ તે બાબતે ટેલિફોનિક વાતચીતમાં નવસારી સ્થિત બ્રાંચ પાસે ડોક્યુમેન્ટ હોવાનું અને અને પછી જ કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થયા
એલસીબીને કોણે જાહેર કરી કે ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. જ્યારે એલસીબી તપાસ કરી અને યોગ્ય જ લાગ્યું તો શા માટે ત્યાં હાજર લોકોને ચાલ્યા જવા તાકિદ ન કરી. ઉપરાંત જ્યારે કોન્સ્ટેબલ જિલ્લામાં ફરજ બજાવતો જ નથી ત્યારે તેની હાજરીને લઈ પોલીસે કેમ શંકા ન ગઈ ?એલસીબીએ ડોક્યુમેન્ટ ગણતરીની મિનિટોમાં જ ચેક કરી લીધા ? એવા અનેક સવાલો પણ ઉભા થયા છે.

ડાંગ પો. કોન્સટેબલનું નવસારીના કોલ સેન્ટર પર રેડનું નાટક, પત્રકારો સાથે મળી રૂ. 20 લાખના તોડનો પ્રયાસ

Share Your Views In Comments Below