નવસારીનાં વોર્ડ નં. 11માં આવેલા દશેરા ટેકરી જવાના રોડ પર આવેલી પોલીસ લાઈન પાસે મુકેલી નવસારી નગરપાલિકાની કચરાગાડીમાં મુકેલા પ્લાસ્ટિકનાં ડબ્બામાં રાત્રિનાં સમયે કોઈ અજાણ્યા ઈસમોએ આગ ચાંપી દેતા આ કચરા ગાડીને નુકસાન થયું હતું. બીજા દિવસે નગરપાલિકાનાં સફાઈકર્મી આવીને જોતા તેમણે પાલિકાનાં અધિકારીઓને ફરિયાદ કરી હતી. અધિકારીઓએ આ બાબતે અજાણ્યા સામે એસપીને ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધર્યાની માહિતી મળી છે.

વોર્ડ નં. 11માં દશેરા ટેકરી જવાના માર્ગ ઉપર પોલીસ લાઈન આવેલી છે. તેની બહાર સરકારી જગ્યા ઉપર આ વિસ્તારનાં સફાઈકર્મી કચરો સાફ સફાઈ કરીને તેમની કચરાગાડી મુકે છે. 5મી નવેમ્બરે રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ આ કચરા ગાડીમાં મુકેલા પ્લાસ્ટિકનાં ચાર જેટલા ડબ્બામાં આગ ચાંપતા બળી ગયા હતા.

સવારે સફાઈ કર્મી આવીને પાલિકાનાં અધિકારીઓને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ કોણે કાર્ય કર્યું છે તેની શોધખોળ હાથ ધરી હતી અને આ બાબતે એસપીને મળીને રજૂઆત કરશે તેવી માહિતી મળી હતી.

સરકારી સંપત્તિને નુકસાન કરનારા સામે ફરિયાદ કરાશે
આ અંગે ફરિયાદ મળતા અમે ઘટનાસ્થળે જઈને માહિતી મેળવી છે. હાલ નગરપાલિકાનાં અધિકારીઓ વાવાઝોડા અંગેની કાર્યવાહીમાં હોય તેઓ આવ્યા બાદ યોગ્ય ચર્ચા કરી સરકારી સંપત્તિને નુકસાન કરનારા વિરુધ અમે કાયદેસરનાં પગલાં લેવાશે. - નીખીલ દેસાઈ, સેનેટરી વિભાગ, નવસારી પાલિકા

નવસારીમાં કોઈ અજાણ્યા ઈસમોએ કચરાગાડીના ડબ્બા સળગાવાયા

Share Your Views In Comments Below