નવસારીનું હાર્ટ ગણાતા લુન્સીકુઈના આઉટર ભાગ (મેદાનની બહારનો ભાગ)ની અંદાજે 57 લાખ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરાશે. નવસારી શહેરના પૂર્વ બાજુએ લુન્સીકુઈ મેદાન આવેલું છે. મુખ્યત્વે મેદાનના અંદરના ભાગનો ઉપયોગ તો રમતગમતની પ્રવૃત્તિ માટે જ થાય છે પરંતુ મેદાનની ફરતે આવેલી દીવાલ અને દીવાલની બહારના બ્લોક પેવિંગનો પણ ઉપયોગ થાય છે. દીવાલ ઉપર દિવસે અને રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો બેસી નિરાંતની પલ વિતાવે છે.ઘણા લોકો દીવાલની બહારના બ્લોક પેવિંગ ઉપર તંદુરસ્તી માટે વોક કરે છે. લુન્સીકુઈ વિસ્તાર શહેરનો હરવા-ફરવાનું સ્થળ વર્ષોથી બની ગયું છે.

જોકે, કેટલાય સમયથી મેદાન બહારની દીવાલ અને બ્લોકની હાલત ખરાબ થઈ છે જેથી અહીં હરવા ફરવા આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ બાબતને ધ્યાને લઈને અહીંની નવસારી પાલિકાએ મેદાનની બહારના ભાગ (આઉટર)ની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ મેદાન ફરતેની દીવાલમાં જ્યાં તિરાડ પડી ગઈ છે અને બિસમાર થઈ છે તેને ટીપટોપ કરાશે. બહારના ભાગે ચાલવા માટે બ્લોક નવા નંખાશે.

થોડા દિવસોમાં જ કામ શરૂ થશે
લુન્સીકૂઈ મેદાનની ફરતે બનાવવામાં આવનાર દિવાલ, વોકવેનું આયોજન થઈ ગયું છે. નજીકના દિવસોમાં કામ પણ શરૂ થઈ જશે. - કર્ણ હરિયાણી, ચેરમેન, પ.વ. કમિટી, નવસારી પાલિકા

મેદાનની હાલત ખરાબ છે ત્યારે...
નવસારી પાલિકા લુન્સીકુઈ મેદાનના બહારના ભાગની તો આગામી સમયમાં લાખોના ખર્ચે કાયાપલટ કરી રહી છે પરંતુ મેદાનનું શું? હાલ ચોમાસા બાદથી મેદાનની હાલત બદતર બની છે. ઠેર ઠેર ઘાસ ઊગ્યું છે અને વનસ્પતિઓ પણ ઊગી છે જેનો નિકાલ કરાયો નથી. રમવા માટે મેદાન પણ સમતળ કરાય એ જરૂરી છે.

મેદાનમાં વોક વે રદ કરાયો જ્યારે...
નવસારીના લુન્સીકુઈ મેદાનના બહારના ભાગની કાયાપલટ કરવાની યોજના તો પાલિકાએ બે વર્ષ અગાઉ બનાવી હતી. જોકે, તેમાં દીવાલનું નવીનીકરણ અને બહારના ભાગે બ્લોક પેવિંગની સાથે દીવાલની અંદરના મેદાનના ભાગે પણ બ્લોક પેવિંગ કરી વોક વે બનાવવાનું હતું. જોકે આ યોજનામાં દીવાલની અંદર મેદાનમાં વોક વે બનાવવાથી રમવાનું મેદાન નાનું થતું હતું. જેનો રમતપ્રેમીઓએ વિરોધ શરૂ કર્યો હતો. રમતપ્રેમીઓની લાગણીનો પડઘો દિવ્ય ભાસ્કરે પાડી મેદાનને નાનું ન કરાય તેની ઝુંબેશ ચલાવી હતી. આખરે પાલિકા ઝૂકી હતી અને દીવાલની અંદર વોક વે બનાવવાનું કામ પડતું મૂકી દીધું હતું.

નવસારીના લુન્સીકુઈ મેદાનના બહારના ભાગની નગરપાલિકા કાયાપલટ કરશે

Share Your Views In Comments Below