નવસારી શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર ડિવાઈડરો જ નથી અને જ્યાં ડિવાઈડરો છે તેની હાલત બિસમાર થઈ ગઈ છે. સ્ટેશન રોડ ઉપર તો દિવસભર વાહનચાલકો એકથી બીજુ ડિવાઈડર ભયજનક રીતે ઓળંગી રહ્યા છે.

નવસારી શહેર એ સમગ્ર જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીં માત્ર શહેરના જ નહીં જિલ્લાભરના લાખો લોકો દરરોજ આવે છે, જેને લઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર દિવસ દરમિયાન ટ્રાફિકનું ભારણ રહે છે. નાનાથી મોટા વાહનો ધમધમતા રહેતા હોય તંત્ર માટે ટ્રાફિક નિયમન કરવાની મહત્ત્વની જવાબદારી રહે છે. ટ્રાફિક નિયમન માટે અહીંની નગરપાલિકાએ અનેક મુખ્ય માર્ગો ઉપર 'ડિવાઈડર' બનાવ્યા છે, જેને લઈને ચાલકો શિસ્તબદ્ધ વાહનો હંકારી શકે !

ડિવાઈડર જે બનાવ્યા છે તેમાં કેટલાક માર્ગો ઉપર મોટા અને ઉંચા બનાવ્યા છે (જ્યાં વચ્ચે વૃક્ષ પણ રોપ્યા છે) તેની હાલત સારી છે અને ત્યાં ટ્રાફિક નિયમન પણ સારુ રહે છે. જોકે જ્યાં સાંકળા, નીચા ડિવાઈડર છે ત્યાં સ્થિતિ ખરાબ છે. રેલવે સ્ટેશન નજીકનો માર્ગ, દુધિયા તળાવ માર્ગ ઉપર આવા સાંકડા, નીચા ડિવાઈડર છે, જેની હાલત બિસમાર થઈ ગઈ છે.

આ નાના ડિવાઈડર ઠેર ઠેર તૂટી ગયા છે (યા તોડી નંખાયા છે) અને વાહનચાલકો ડિવાઈડર જ ભયજનક રીતે ઓળંગી એક બાજુથી બીજી તરફ જઈ રહ્યા છે. સ્ટેશન રોડ ઉપર આ સ્થિતિ ગંભીર છે. જેને લઈને ટ્રાફિક નિયમન ખોરવાય છે, સતત અકસ્માતની ભીતિ રહે છે. બિસમાર ડિવાઈડરો પાલિકા રિપેર પણ કરતી નથી. પોલીસ તંત્ર લેન તોડી ડિવાઈડર ક્રોસ કરતા વાહનચાલકોને રોકતી હોય એમ પણ જણાયું નથી.
ઉલ્લેખનીય છે કે શહેરના કેટલાક માર્ગો પહોળા છે, વાહનોની અવરજવર પણ વધુ છે છતાં નાના યા મોટા ડિવાઈડર જ બનાવાયા નથી. આમાનો એક મુખ્ય માર્ગ જૂનાથાણા વિવેકાનંદ સર્કલથી પારસી હોસ્પિટલ તરફ જતો માર્ગ છે.

સીધી વાત : રાજુભાઈ ગુપ્તા, મ્યુનિસિપલ ઈજનેર, નવસારી પાલિકા
સ. : અનેક જગ્યાએ ડિવાઈડર ખરાબ છે તેનો કોઈ હલ છે ?
જ. : શહેરમાં અનેક જગ્યાએ નવા ડિવાઈડર બનાવવાનો વર્કઓર્ડર અપાઈ ગયો છે.
સ. : શું હાલ જેવા નાના, ભયજનક ડિવાઈડર બનાવાશે ?
જ. : ના, હવે જે સ્ટેશન રોડ દુધિયાતળાવ જેવા રોડ ઉપર ડિવાઈડર બનશે તે પર્દી ભરેલા, જાળીવાળા બનશે જેનાથી વચ્ચે વૃક્ષનું પ્લાન્ટેશન પણ કરી શકાશે અને સુરક્ષા રહેશે. 70 લાખ રૂપિયાનું આ કામ છે.
સ. : કેટલાક માર્ગો ઉપર તો 'પટ્ટા' પણ દોરેલા નથી ?
જ. : જ્યાં પટ્ટા નથી ત્યાં પટ્ટા પણ દોરાશે તે કામને પણ પાલિકાએ મંજૂરી આપી છે.

સીધી વાત : એચ.એચ. રાઉલજી, ટ્રાફિક પીએસઆઈ
સ. : ડિવાઈડર વાહનચાલકો ઓળંગે એ કાયદેસર કહેવાય ?
જ. : ના, ડિવાઈડર ઓળંગવા ગેરકાયદે કહેવાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
સ. : પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી છે ?
જ. : ભૂતકાળમાં સ્ટેશનથી ફુવારા માર્ગ ઉપર 70 જેટલા આવા કેસ કર્યા હતા.
સ. : શું પોલીસ વધુ ચેકિંગ કરી આવી ભયજનક અવરજવર રોકવા શું કરશે ?
જ. : પોલીસ ડિવાઈડર આગળ બેરીકેટ મુકી આવી અવરજવર રોકવા કામગીરી કરશે.

કેટલાક માર્ગો ઉપર 'પટ્ટા' પણ નથી
ચાલકો શિસ્તબદ્ધ વાહન હંકારે અને ટ્રાફિક નિયમન થાય તે માટે 'ડિવાઈડર' બનાવવા જરૂરી છે. જ્યાં ડિવાઈડર ન ત્યાં 'રોડ પટ્ટા' (ડિવાઈડરરૂપ પટ્ટા) ચિત્રિત કરવા જરૂરી છે. જોકે શહેરના કેટલાક મહત્ત્વના રોડ ઉપર ટ્રાફિકનું ભારણ હોવા છતાં 'પટ્ટા' પણ અંકિત કરાયા નથી. જૂનાથાણા વિવેકાનંદ સર્કલથી લુન્સીકૂઈ જતા રોડની આજ સ્થિતિ છે.

અવારનવાર અકસ્માત થાય છે
અમારા સ્ટેશન રોડના ડિવાઈડર વાહનચાલકો ઓળંગતા અવારનવાર અકસ્માતો થતા જોવા મળ્યા છે. રસ્તા અવારનવાર બનતા 'રસ્તો' ઉંચો થયો અને ડિવાઈડર નાના થતા સમસ્યા વધી છે. મારા મતે નવા મોટા ડિવાઈડર આ રોડ ઉપર બનાવવા જોઈએ. જેથી લોકોની સુરક્ષા વધે! - સુરેશભાઈ પાંડે, અગ્રણી નાગરિક, અસરગ્રસ્ત સ્ટેશન વિસ્તાર

ડિવાઈડરના રૂપમાં 'મોટા પથરા'
નવસારીમાં ડિવાઈડર અનેક જગ્યાએ 'બિસમાર' થઈ ગયા છે. રખડતા ઢોરોએ પણ હાલત બગાડી છે. કેટલીક જગ્યાએ તો 'ડિવાઈડર' રિપેર કરવાની જગ્યાએ 'મોટા પથ્થર'ને ડિવાઈડર રૂપમાં મુકવામાં આવેલા પણ જોવા મળે છે. ટાટા હોલ સામેના માર્ગ ઉપર આવી જ સ્થિતિ છે.

નવસારીમાં જોખમી બનેલા ડિવાઇડર પરથી જ લોકોના વાહનોની અવરજવર, તંત્રના આંખમિચામણા

Share Your Views In Comments Below