નવસારીના બિલ્ડરને જુનાગઢનાં બે યુવાનોએ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી સંબંધ કેળવીને પોતાના દત્તક સંતાનો માટે રૂ. 8.82 લાખની માંગણી કરી તે પૈકીના 2 લાખ ઉપરાંતની રકમ કાર વેચી પરત કરી બાકીની 6.82 લાખ પરત ન કરી વિશ્વાસઘાત કરતા બિલ્ડરે વિશ્વાસઘાત કરનાર જુનાગઢનાં બે ભાઈઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં છેતરપિંડી કરનાર બન્ને ભાઈઓ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

કબીલપોર રહેતા રાજુ છગન પટેલ બાંધકામ અને ફિલ્મ પ્રોજેક્ટનાં કામ સાથે સંકળાયેલા છે. દોઢ વર્ષ પહેલા તેમના સુરત ખાતેનાં મિત્રએ જુનાગઢનાં રવીન્દ્ર ડાહ્યા પટેલની તેમની સાથે ઓળખાણ કરાવી હતી. તે વખતે રવીન્દ્રએ તેની ઓળખ ગાંધીનગર ખાતે આઈબી વિભાગમાં એસપી તરીકેની આપી હતી. તેણે વાતચીત દરમ્યાન પોતે મેડીકલ લીવ પર હોવાનું જણાવી. રાજુ પટેલનો વિશ્વાસ જીત્યો હતો.

આ સંબંધને આધારે રવીન્દ્ર પટેલ તેના અન્ય મિત્ર હરેશ ઓઝા (સસ્પેન્ડ પીઆઈ, રહે. ટીંબાવાડી, જુનાગઢ) તરીકેની ઓળખ આપી હતી. અવારનવાર રાજુ પટેલની ઓફિસમાં આવાગમન કરતા હતા. રાજુ પટેલને ફિલ્મનાં પ્રોજેક્ટને ફાયનાન્સની જરૂરત જણાતા રવિન્દ્ર અને હરેશ ઓઝાએ ફાયનાન્સ માટે તૈયારી બતાવી હતી. તે દરમિયાન તેમણે રાજુ પટેલને તેમના દત્તક સંતાનો ઉચ્ચ અભ્યાસ કરે છે તેની ફી ભરવા 8.82 લાખની જરૂરિયાત હોય તેમ જણાવ્યું હતું. આથી રાજુ પટેલે સગવડ કરી આપી હતી.

બાદમાં રકમ અંગે રાજુ પટેલે નાણા પરત કરવા જણાવ્યુ હતું પરંતુ રવિન્દ્ર અને હરેશ ઓઝાએ રૂપિયા પરત કર્યા ન હતા. બાદમાં મિત્ર વિશાલ સૂર્યવંશી સાથે વાતચીત કરી નાણા પરત કરવા તેના અવેજ પેટે ચેક આપ્યો હતો તે પાછળથી બાઉન્સ થયો હતો. એ પછી રાજકોટનાં મિત્રએ રાજુ પટેલને રૂ. 2 લાખની કાર આપી હતી ત્યારબાદ નીકળતા રૂ. 6.82 લાખ ન આપતા બંને વિરૂદ્ધ ફરિયાદ થઇ હતી.

કારનાં દસ્તાવેજમાં નામ જુદું અને ફોટો મળતા પોલ ખુલી
નવસારીનાં બિલ્ડરને પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરનાર આ બંને ઈસમોએ પહેલા મિત્ર છે, તેમ વાતો કરી હતી પણ નાણાનાં અવેજમાં કાર લેવા ગયા ત્યારે કારનાં દસ્તાવેજમાં દર્શાવેલું નામ જેમાં રવિન્દ્ર ડાહ્યા પટેલનું નામ દસ્તાવેજમાં રાકેશ નરેન્દ્ર ઓજા હોવાનું અને જેને મિત્ર દર્શાવ્યો હતો તે તેનો સગો ભાઈ હોવાનું ધ્યાનમાં આવતા પોલ ખુલી હતી.

પોલીસની ઓળખ આપી 6.82 લાખની છેતરપિંડી કરનાર બે સામે ફરિયાદ

નવસારીના બિલ્ડરને જુનાગઢનાં બે યુવાનોએ પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી સંબંધ કેળવીને પોતાના દત્તક સંતાનો માટે રૂ. 8.82 લાખની માંગણી કરી તે પૈકીના 2 લાખ ઉપરાંતની રકમ કાર વેચી પરત કરી બાકીની 6.82 લાખ પરત ન કરી વિશ્વાસઘાત કરતા બિલ્ડરે વિશ્વાસઘાત કરનાર જુનાગઢનાં બે ભાઈઓ સામે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં છેતરપિંડી કરનાર બન્ને ભાઈઓ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

કબીલપોર રહેતા રાજુ છગન પટેલ બાંધકામ અને ફિલ્મ પ્રોજેક્ટનાં કામ સાથે સંકળાયેલા છે. દોઢ વર્ષ પહેલા તેમના સુરત ખાતેનાં મિત્રએ જુનાગઢનાં રવીન્દ્ર ડાહ્યા પટેલની તેમની સાથે ઓળખાણ કરાવી હતી. તે વખતે રવીન્દ્રએ તેની ઓળખ ગાંધીનગર ખાતે આઈબી વિભાગમાં એસપી તરીકેની આપી હતી. તેણે વાતચીત દરમ્યાન પોતે મેડીકલ લીવ પર હોવાનું જણાવી. રાજુ પટેલનો વિશ્વાસ જીત્યો હતો.

આ સંબંધને આધારે રવીન્દ્ર પટેલ તેના અન્ય મિત્ર હરેશ ઓઝા (સસ્પેન્ડ પીઆઈ, રહે. ટીંબાવાડી, જુનાગઢ) તરીકેની ઓળખ આપી હતી. અવારનવાર રાજુ પટેલની ઓફિસમાં આવાગમન કરતા હતા. રાજુ પટેલને ફિલ્મનાં પ્રોજેક્ટને ફાયનાન્સની જરૂરત જણાતા રવિન્દ્ર અને હરેશ ઓઝાએ ફાયનાન્સ માટે તૈયારી બતાવી હતી. તે દરમિયાન તેમણે રાજુ પટેલને તેમના દત્તક સંતાનો ઉચ્ચ અભ્યાસ કરે છે તેની ફી ભરવા 8.82 લાખની જરૂરિયાત હોય તેમ જણાવ્યું હતું. આથી રાજુ પટેલે સગવડ કરી આપી હતી.

બાદમાં રકમ અંગે રાજુ પટેલે નાણા પરત કરવા જણાવ્યુ હતું પરંતુ રવિન્દ્ર અને હરેશ ઓઝાએ રૂપિયા પરત કર્યા ન હતા. બાદમાં મિત્ર વિશાલ સૂર્યવંશી સાથે વાતચીત કરી નાણા પરત કરવા તેના અવેજ પેટે ચેક આપ્યો હતો તે પાછળથી બાઉન્સ થયો હતો. એ પછી રાજકોટનાં મિત્રએ રાજુ પટેલને રૂ. 2 લાખની કાર આપી હતી ત્યારબાદ નીકળતા રૂ. 6.82 લાખ ન આપતા બંને વિરૂદ્ધ ફરિયાદ થઇ હતી.

કારનાં દસ્તાવેજમાં નામ જુદું અને ફોટો મળતા પોલ ખુલી
નવસારીનાં બિલ્ડરને પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપિંડી કરનાર આ બંને ઈસમોએ પહેલા મિત્ર છે, તેમ વાતો કરી હતી પણ નાણાનાં અવેજમાં કાર લેવા ગયા ત્યારે કારનાં દસ્તાવેજમાં દર્શાવેલું નામ જેમાં રવિન્દ્ર ડાહ્યા પટેલનું નામ દસ્તાવેજમાં રાકેશ નરેન્દ્ર ઓજા હોવાનું અને જેને મિત્ર દર્શાવ્યો હતો તે તેનો સગો ભાઈ હોવાનું ધ્યાનમાં આવતા પોલ ખુલી હતી.Share Your Views In Comments Below