નવસારી નગરપાલિકામાં વોર્ડ નં. 7માં સમાવિષ્ટ ખત્રીવાડ વિસ્તાર માં આવેલ એક બંધ ઘરમાં બુધવારે મળસ્કે અચાનક દિવાલ ધરાશય થઈ હતી. જો કે આ દિવાલ જ્યાં પડી ત્યાં ખાલી જગ્યા હોય જાનહાનિ ટાળી હતી. ઘટનાની જાણ થતા નગરપાલિકાએ સ્થળ મુલાકાત લીધી હતી.
નવસારીનાં વોર્ડ નં 7માં આવેલ ખત્રીવાડ વિસ્તારમાં ઘર નંબર 2339ની માલિકી ધનસુખ સોલંકીના નામે છે. આ ઘરમાં છેલ્લા બે વર્ષથી કોઈ રહેતું ન હતું. બુધવારે મળસ્કે બેથી ત્રણ વાગ્યાનાં સુમારે આ બંધ ઘરની એક બાજુની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશય થઈ હતી. જો કે આ બાબતની જાણ સ્થાનિકોને સવારે થઈ હતી.
નવસારી નગરપાલિકાને જાણ થઈ હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. નગરપાલિકાએ આ બાબતે જણાવ્યું કે આ ઘરમાલિકનાં સંબંધી નવસારીમાં જ રહેતા હોય આ ઘરનો જર્જરિત ભાગ તોડી પાડવામાં માટે જણાવ્યું છે. આજ વિસ્તારમાં અન્ય ચારેક જેટલા બંધ ઘરોની હાલત પણ જર્જરિત હોય તે બાબતે નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પડોશીઓને કોઈ નુકસાન ન થાય તે માટે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.
અન્ય ત્રણ મકાનો પણ જર્જરિત
જ્યાં મકાનની દિવાલ ધરાશય થઈ છે તેની આગળ ત્રણથી ચાર જેટલા મકાનો બંધ હાલતમાં છે અને તે પણ જર્જરિત હોય તેને ક્યારે નોટીસ આપીને ઉતારવાની કાર્યવાહી કરશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
દર વર્ષે જર્જરિત મકાનનાં માલિકો ને જાણ કરતો સરક્યુલર બહાર પાડવામાં આવે છે
નવસારી નગરપાલિકાએ ઘટના સ્થળે તપાસ કરી હતી. આ ઘરના માલિકનાં સંબંધી દ્વારા ઘર તોડવા માટેની વાત થઇ છે અને આ ઘર ઉતારી લેવાશે. પાલિકા દર વર્ષે 100થી જર્જરિત મકાનને વધુ નોટીસ આપે છે. જેમાં કેટલાક લોકો મકાન રિપેર કરાવે છે. કેટલાક લોકો જાતે જ જર્જરિત મકાન ઉતારે છે અને કેટલાક મકાનનાં કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય તે બાબતે નગરપાલિકા કશું કરી શકતી નથી. - સુખદેવભાઈ, ટીપી વિભાગ, નવસારી પાલિકા
નવસારીના ખત્રીવાડમાં મળસ્કે જર્જરિત મકાનની દિવાલ ધરાશય, જાનહાનિ ટળી