નવસારીમાં પોલીસ ગઠીયાઓને ઝબ્બે કરવા સીસીટીવી ફૂટેજો શોધતી રહી છે ત્યારે ગઠીયા એક પછી એક ચીલઝડપ અને ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી રહ્યા છે. એક જ દિવસમાં સાંજ નાં સમયે રાનકુવા અને નવસારી વિસ્તારમાં ગઠીયાઓ બાઈક પર ધૂમ સ્ટાઈલમાં આવીને 1 લાખથી વધુ મત્તાની ચીલઝડપ કરી ભાગી છુટ્યા છે.

ગઠીયા ખાસ કરીને જે વાહન ચાલકો સાથે બાળકો હોય તેવા લોકો ને જ ટાર્ગેટ કરી રહી હોવાનું એક પછી એક બંને ઘટના પરથી લાગી રહ્યું છે. જેની પાસે બાળકો હોય તેવા વાહનચાલકોમાં ફફડાટ પેસી ગયો છે. નવસારી શહેરની બે ઘટનામાં તો ગુનેગારોના કપડા પરથી જ ખબર પડી શકે એમ છે કે કોઈ એક જ ગેંગ કાર્યરત છે. પોલીસ માટે ઉપરાછાપરી બનતી ઘટના પડકારરૂપ છે.

સાંજે 4.45 : નિવૃત્ત શિક્ષક પોત્રને લઈને જતા હતા (રાનકુવા)
કિસ્સો 1 : ચીખલીના રાનકુવા ગામે રહેતા નિવૃત શિક્ષક ધીરૂભાઈ ગુલાબ પટેલ 4 વર્ષીય પૌત્ર સાથે બાઈક (નં. GJ-21-AB-3131) લઈને શિક્ષિકા પત્નીને લેવા દોણજા જતા હતા ત્યારે રાનકુવા પાસે એક વાહનચાલકે તેમનું નામ દઈને બોલાવી કહ્યું કે અમેરિકાથી તમારો કાગળ આવેલો છે, જેથી તેઓ પટેલ ફળિયા પાસે હજુ તો માંડ ઊભા રહ્યાં ત્યાં ગઠિયાએ આંખ પર પ્રવાહી નાખી તેમની 6 તોલાની ચેઈન કિંમત રૂ. 90 હજાર ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા. ધીરૂભાઈના જણાવ્યા મુજબ 25થી ૩૦ વયના બે યુવક હતા.

સાજે 7.15 : જમાલપોરની મહિલા દીકરીઓ સાથે દરજી કામે આવી હતી ને સ્નેચરોએ હાથ અજમાવ્યો (પાંચહાટડી)
કિસ્સો 2 : જમાલપોર ખાતે રહેતી ઉન્નતિ ચિંતન પંડયા નોકરીથી આવ્યા બાદ મોપેડ (નં. GJ-21-AL-1518) લઈને દીકરીઓને લઈને દરજીનું કામ હોય મોટા બજાર આવ્યા હતા. ઘરે જતા હતા ત્યારે બેંક ઓફ બરોડાથી પારેખ જવેલર્સ પાસેથી પસાર થતી વખતે અચાનક પાછળથી એક બાઈક ઉપર આવેલા બે યુવાનોએ ફૂલ સ્પીડમાં બાઈક લાવી તેના ખભે ભેરવેલુ પર્સ આંચકી ફરાર થઈ ગયા હતા. આ બાઈક ચાલકે પીળા રગનું શર્ટ અને પાછળ બેઠેલા યુવાને કાળા રંગનું શર્ટ પહેરેલું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પર્સમાં એક મોબાઈલ અને રોકડા 500 મળી કુલ રૂ. 7500 અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ સહિતની વસ્તુ ગઠીયાઓ લઈ ગયા હતા.

રાત્રે 9.30 : મહિલા બે બાળકો સાથે જતી હતી ત્યારે ચાલુ બાઇકે ગઠિયો તેમનું પર્સ ઝૂંટવીને ભાગી છૂટ્યો (આશાનગર)
કિસ્સો-૩ : નવસારીનાં માણેકલાલ રોડ ખાતે દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માનસી સમીર ગાંધી રાત્રે 9.60 કલાકે બાઈક (નં. GJ-06-KQ-4895) ઉપર તેમના બે બાળકોને સાથે લઈને આશાનગર ખાતેથી પસાર થતા હતા ત્યારે પીળા રંગનું શર્ટ અને પાછળ બેઠેલા યુવાને કાળા રંગનું શર્ટ પહેરેલુ હતું. તે પૈકી બાઈક ચાલકે ચાલુ બાઈકે પર્સ આંચકીને ધૂમ સ્પીડે વાહન હાંકી ગયા હતા. પર્સમાં મોબાઈલ કિંમત 4 હજાર અને રોકડા 1500 મળી કુલ રૂ. 5500 અને આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ, એટીએમ કાર્ડ, પાનકાર્ડ વગેરે હતા.

સીધી વાત ડો. ગિરીશ પંડ્યા, ડીએસપી, નવસારી
સ: પોલીસ વાહન ચેકિંગ કરે છે તે દરમિયાન કોઈ શંકાસ્પદ મળ્યા?
જ: બુધવારે સાંજે ત્રણ ઘટના બની છે. પોલીસ રાત્રે વાહન ચેકિંગ કરે છે જો કે હાલ કોઈ એવા શંકાસ્પદ યુવાનો મળી આવ્યા નથી.
સ: આખી પોલીસ ટ્રાફિકના કાયદાનો અમલ કરવા મથે છે ત્યારે આવા ગુનાને રોકવા માટે કેમ તૈયાર નથી ?
જ: પોલીસ દિવસે અમુક ચેક પોસ્ટ ઉપર રાબેતા મુજબ ચેકિંગ કરે છે. ખાસ કરીને રાત્રે કડક ચેકિંગ થાય છે.
સ: આવું ફરી ન થાય તે માટે શું પ્લાનિંગ ?
જ: ચેઈન સ્નેચિંગ અને ચીલઝડપનાં ગુના અટકાવવા સાંજ 5 વાગ્યાથી મોડી રાત્રિ દરમિયાન પોલીસોને ખાનગી કપડામાં ચેકિંગ કરવાની કામગીરીની શરૂઆત કરાવી છે.
સ: કાલની ઘટનામાં પોલીસની કામગીરી
જ: જિલ્લામાં બનેલી આ ઘટનામાં સીસીટીવી ફૂટેજો અલગ અલગ સ્થળેથી લઈને આરોપીનાં ફોટા બનાવીને તપાસ શરુ કરી છે.

સોમવારે વેપારીની 5 લાખની બેગ આંચકી હતી
25મીએ બપોરે કબીલપોર ખાતે રાવતાજી પ્રજાપતિ (67, રહે.સાંઈ દર્શન સોસાયટી) બેકમાંથી રૂ.5 લાખ ઉપાડી પરત ફેક્ટરી જતા હતા. તેમની પાછળ પાછળ આવેલા બે બાઈક ચાલક પૈકી તમારા પૈસા પડ્યા છે તેમ કહીને પૈસા ઉપાડીને આપતા હતા તે વેળાએ ધ્યાન ભટકાવીને એક યુવાને વેપારીનાં ખભે ભેરવેલી રૂ.5 લાખ રોકડા ભરેલી બેગ આંચકી ભાગી છુટ્યા હતા. આ ઘટનામાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ લઈને ચીલઝડપ કરનારાના ફોટા બનાવી કામગીરી હાથ ધરી છે.

નવસારીમાં બાળકો સાથે જતા વાહનચાલકો ટાર્ગેટ, એક જ દિવસે ચીલઝડપ-ચેઇન સ્નેચિંગની 3 ઘટનાથી ફફડાટ

Share Your Views In Comments Below