નવસારી સહિત સમગ્ર રાજ્યમાં 1લી નવેમ્બરથી ટ્રાફિકના નવા કાયદાનો અમલ શરૂ કરાયો છે. નવસારીમાં પ્રથમ દિવસે જ વાહનચાલકો ઉંઘતા ઝડપાયા હતા. જ્યારે નવસારી પોલીસે કાયદાનો કડકાઈથી અમલ કરીને આગામી દિવસોમાં તેનો સખ્તાઈથી અમલ કરવામાં આવશે તેવો સંકેત આપી દીધો છે.

જોકે, નવા ટ્રાફિક નિયમોને લઈ વાહનચાલકો અને પોલીસ જવાનો વચ્ચે રકઝકના સામાન્ય બનાવો બનતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે પ્રથમ દિવસે ટ્રાફિકના નિયમના ભંગ બદલ રૂ. 86300નો દંડ વસૂલ્યો હતો. જોકે, કોંગ્રેસે આકરા દંડ સામે આક્રોશ ઠાલવી વિરોધ કરવાની તથા દેખાવ કરવાની ચીમકી આપી છે.

નવસારીમાં સવારથી પોલીસે ટ્રાફિકના નવા નિયમો સાથે દંડ વસૂલવાની શરૂઆત કરી હતી. જેને પગલે નવસારી પોલીસને લાભપાંચમ ફળી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પોલીસે કડકાઈ દાખવી સીટબેલ્ટ, હેલમેટ, પીયુસી વગેરે સંબંધિત દંડ ફટકાર્યો હતો.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ટ્રાફિકના કાયદામાં સુધારા વધારા કરી ટ્રાફિક નિયમન ભંગ બદલ દંડની રકમમાં માતબર વધારો કર્યો હતો. અગાઉ આ કાયદાને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. જેને પગલે 31મી ઓકટોબર સુધી વાહનચાલકોને છૂટછાટ આપવામા આવી હતી. જેની મુદત પૂરી થતા નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા કાયદાનો અમલ શરૂ કરાયો હતો. નવસારીમાં અલગ અલગ 4 જગ્યાએ આવેલા પોઈન્ટ ઉપર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જ્યાં કેટલાક વાહનચાલકોને પોલીસે આજથી નવા કાયદા અંગે અવગત કરી દંડ વસૂલ કર્યો હતો. કેટલાક વાહનચાલકોએ પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી દંડ ભરી ચાલતી પકડી હતી. જોકે અગાઉની માફક વિરોધ કરવાની જગ્યાએ દંડ ભરી ચાલતી પકડી હતી. જેને લઈ પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

નવસારીમાં શુક્રવારે ટ્રાફિક વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હેલમેટ વગરના 85 કેસોમાં કુલ રૂ. 42500નો દંડ કરાયો હતો.

પોલીસે પકડી લેતાં કામ અટવાઈ ગયું
મારે ઉતાવળ હતી અને હું ગાડી લઈને નીકળી આવ્યો. પર્સ પણ ઘરે જ રહી ગયું ને પોલીસે પકડી લેતા મુશ્કેલી ઉભી થઈ હતી. જોકે મોબાઈલ સાથે હોવાથી ફોન કરીને ઘરેથી પૈસા મંગાવી ભરી દીધા હતા પરંતુ એના કારણે મારુ કામ અટવાઈ ગયું હતું. હેલમેટ નહીં પહેરવાથી રૂ. 500 દંડ ભરવો પડ્યો, જે ઘણો વધારે છે. - રણજીતભાઈ રાઠોડ, વાહનચાલક

કોઈની શરમ રાખ્યા વિના કામગીરી કરાશે
ટ્રાફિકના નવા નિયમો અંગેની અમલવારી શરૂ કરવામાં આવી છે. લોકોની સલામતી માટે જ છે ત્યારે લોકોએ પણ સહકાર આપવો જોઈએ. હાલ નવા નિયમ લાગુ કરી દેવાયા છે ત્યારે હવેથી તે પ્રમાણે જ દંડ વસૂલવામાં આવશે, એમાં કોઈ શેહશરમ રાખવામાં આવશે નહીં. જો કામગીરીમાં દખલ ઉભી કરાશે તો તેવા વાહનચાલકો સામે પણ પોલીસ કાર્યવાહી કરાશે. - હિતેન્દ્રસિંહ રાઉલજી, પીએસઆઈ, જિલ્લા ટ્રાફિક પોલીસ

નવસારીમાં પ્રથમ દિવસે ટ્રાફિક નિયમ ભંગ બદલ લોકો દંડાયા

Share Your Views In Comments Below