અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે મહા વાવાઝોડાની દહેશત વ્યાપી છે. મહા વાવાઝોડું દક્ષિણ ગુજરાત સહિતના તમામ દરિયાકાંઠાને અસર કરશે. જેને પગલે ગુજરાતના દરિયા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારના ધોલાઈ બંદરે અને મેંધર ભાટ ગામ સહિતના કાંઠા વિસ્તારોના 20 ગામોને એલર્ટ કરી દેવાયા છે. વહીવટી તંત્ર સાબદું બન્યું છે. દરિયાઈ ફિશિંગ હાલ બંધ કરી કોઈને દરિયામાં નહીં જવા તાકીદ કરાઈ છે. તમામ ગામોના લોકોને સતર્ક રહેવાં જણાવવામાં આવ્યું છે.

મહા નામના વાવાઝોડાને પગલે રાજ્યભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી ઉદ્દભવેલા મહા વાવાઝોડાની અસર અસર રાજ્યના દરિયાકાંઠાનાં ગામોમાં થશે. હવામાન ખાતા દ્વારા 6, 7 અને 8મી નવેમ્બરે 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જેની આગોતરી તૈયારીના ભાગરૂપે અધિકારીઓ બેઠકનો દોર શરૂ થયો છે. જેમાં મામલતદાર, પીએસઆઇ, મત્સ્યોદ્યોગ અધિકારી સહિત કાંઠા વિસ્તારનાં ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સાવચેતી માટે એલર્ટ કરવામાં આવ્યા હતા. આ કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોમાં 35થી 40 હજાર લોકો વસવાટ કરે છે.

તમામ સરપંચ અને તલાટીઓને મહા વાવાઝોડાની અસર થાય ત્યારે કઈ કઈ તકેદારી રાખવી તેની સૂચના આપવામાં આવી હતી. આ માટે જરૂર જણાય તો ગામોની પ્રાથમિક શાળાઓમાં યોગ્ય જરૂરી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. દરિયો પણ ગાંડોતૂર બનવાના એંધાણ વર્તાય રહ્યા હોય વાવાઝોડાને પગલે ધોલાઈ બંદરેથી દરિયો ખેડવા માછીમારોને મનાઈ ફરમાવવામાં આવી છે. હાલ કોઈ પણ બોટો દરિયામાં ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. વાવાઝોડાના પગલે તંત્ર સંકટ સમયની સ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે.

ભારે હવા કે ભારે વરસાદ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધનો સુસજ્જ કરાયા છે અને દરેક પીએચસી, સી.એચ.સી. સેન્ટરોને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે અને દરિયા કાંઠે તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. નવસારી જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી તમામ માટે માર્ગદર્શિકા જારી કરી એલર્ટ રહેવા તાકીદ કરી છે.

કાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં છે
હાલમાં દરિયામાં ફિશિંગ બંધ છે અને ફિશિંગ ગાર્ડને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોઈને દરિયાના જવા દેવામાં નથી આવી રહ્યા અને અમારો કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. ઓફિસ માંથી ટોકન ઇસ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. અધિકારીની મળેલ મિટિંગમાં આપવામાં આવેલ જરૂરી માર્ગદર્શન મુજબ દરેક તલાટી અને સરપંચને સૂચનાઓ આપવામાં આવી રહી છે. દરેક કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. - વૃતિકા પટેલ, મત્સ્યોદ્યોગ અધિકારી

વાવાઝોડા વખતે આટલી તકેદારી રાખવી
 • જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવો.
 • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં તેમજ રેલવે મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.  
 • વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.  
 • વીજળીના થાંભલાથી દૂર રહેવું.  
 • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.  
 • અગરિયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.  
 • ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરવું.

'મહા' વાવાઝોડાના પગલે નવસારી જિલ્લાનાં દરિયા કાંઠાનાં 20 ગામ સતર્ક

Share Your Views In Comments Below