નવસારી જિલ્લામાં માવઠાથી ખેતીમાં ઉભા પાકને થયેલી ભારે નુકસાનીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જિલ્લામાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. હાલ આ નુકસાની માટે સરવેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. કુલ 1250 હેકટર ખેતીની જમીન પૈકી 350 હેકટર ખેતીમાં સરવે કરાયો છે. જે પૈકી 125 હેકટર ખેતીની જમીનમાં નુકસાનીનો અંદાજ કાઢવામાં આવ્યો છે. જેમાં રૂ. 6800 પ્રતિ હેકટર નુકસાનીનું ચૂકવણુ થવાની શક્યતા છે. જોકે હાલ સરવેની કામગીરી ચાલુ હોવાથી તે પૂર્ણ થયા પછી જ નુકસાનીનો ક્યાસ મળશે.

નવસારી જિલ્લામાં માવઠાથી ખેતીમાં ભારે નુકસાન ખેડૂતોને સહન કરવું પડ્યું છે. ખાસકરીને ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ ભયાવહ બની છે. ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાક જ્યારે તૈયાર થયો હતો અને તેને લણવાની તૈયારી હતી ત્યારે જ આ માવઠાથી નુકસાન થયું છે. જિલ્લામાં કુલ 1250 હેકટર ખેતીની જમીનમાં નુકસાનીનો ક્યાસ કાઢવાની કામગીરી વહીવટીતંત્રએ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસથી આ કામગીરી ચાલી રહી છે. કુલ 350 હેકટર ખેતીની જમીનમાં સરવે પૂર્ણ કરાયું છે. જે પૈકી 125 હેકટર ખેતીની જમીનમાં નુકસાન થયાનો ક્યાસ કાઢવામાં આવ્યો છે.

હાલ આ નુકસાનીનો સરવે ચાલુ હોવાથી તે પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત બહાર આવે તેવી શક્યતા છે. જોકે સરકારના નિયમ પ્રમાણે ખેતીમાં 33 ટકાથી વધુ નુકસાની હોય તો જ સરકાર સહાય ચૂકવે છે. અચાનક વરસાદી વાતાવરણને પગલે લીલા દુકાળનો સામનો કરવો પડશે કે કેમ તેવી દહેશત પણ વ્યાપી ગઈ છે.

પાક વીમા માટનો ટોલ ફ્રી નંબર ઉપર વાત થતી નથી
નવસારીમાં પાક વીમાની નુકસાનીનાં વળતર પેટે ટોલ ફ્રી નંબર 1800 3002 4088 ઉપર સંપર્ક કરવા છતાં યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો. સરકારે પાક વીમા માટે ખેડૂતોને ટોલ ફ્રી નંબર જાહેર કરી નુકસાનીનું વળતર મેળવવા સૂચન કર્યું હતું પરંતુ ખેડૂતો માટે આ ટોલ ફ્રી નંબર ઉપયોગી નિવડ્યો નથી. જેને લઇને ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે.

બાગાયતી પાકોમાં સરવે ચાલુ છે
બાગાયતી પાકોમાં પણ માવઠાને કારણે ભારે નુકસાન થયાની ભીતિ છે. જેને લઈ બાગાયતી પાકોમાં પણ નુકસાની અંગેનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. - ક્રિષ્નાબેન, બાગાયતી અધિકારી, નવસારી

તમામને સહાય માટે રજૂઆત કરી છે
નવસારી જિલ્લામાં મોટાભાગે ડાંગર અને બાગાયતી પાકોમાં મોટુ નુકસાન છે. એ જોતા ખેડૂતોને આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે, જેના પગલે કૃષિ મંત્રીને અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા રજૂઆત કરી છે. - પિયુષ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

સરવે પૂર્ણ થયા પછી જ ચોક્કસ આંકડો મળશે
કુલ 8 ટીમો કામે લાગી છે. આ ટીમો પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી જ સાચો નુકસાનીનો આંક બહાર આવે તેમ છે. હાલ 350 હેક્ટર ખેતીની જમીનમાં સરવે થયો છે, જેમાં 125 હેક્ટરમાં નુકસાનનો ક્યાસ મળ્યો છે જે આગળ જતા વધી શકે એમ છે. - ડો. અતુલ ગજેરા, ખેતીવાડી અધિકારી, નવસારી જિલ્લા

નવસારીમાં 350 હેક્ટરમાં સરવે પૂર્ણ, 125 હેક્ટર પાકને નુકસાન

Share Your Views In Comments Below