4 November 2019

મેમોરિયલ જોવા દિવાળીમાં 35 હજારથી વધુ પ્રવાસી આવ્યા


દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ ખુલ્લું મુકાયા બાદ પ્રથમ દિવાળી આ વખતે હતી.આ દિવાળી દરમિયાન કેટલાક દિવસોએ મેમોરિયલને જોવા ભારે ધસારો રહ્યો હતો. દિવાળીને ગત રવિવારે વધુ ભીડ રહી ન હતી પરંતુ સોમવારની હિન્દૂ નવા વર્ષના દિવસથી વધુ ધસારો શરૂ થયો હતો.

ભાઈબીજના દિવસે તો મંગળવાર હોવાથી મેમોરિયલ બંધ હતું પરંતુ બુધવારથી તો પર્યટકોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. બુધવાર અને ગુરુવારે બંને દિવસોએ 9 હજારથી વધુ પર્યટકો આવ્યા હતા ત્યારબાદ શુક્રવારથી રવિવાર સુધી સારી સંખ્યા રહી હતી. એક અંદાજ મુજબ છેલ્લા દિવાળી વીક દરમિયાન 35 હજારથી વધુ પર્યટકોએ દાંડીના સોલ્ટ મેમોરિયલની મુલાકાત લીધી હતી.

માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ ગુજરાતભરના અને રાજ્ય બહારના પણ હતા. જોકે, આવતીકાલને સોમવારથી ધસારો ઓછો થવાની વકી છે. દાંડી સોલ્ટ મેમોરિયલમાં પ્રવાસીઓનો ધસારો રહેતાં આવકમાં સુધારો થયો હતો.

દાંડી બીચ ઉપર પણ ધસારો વધ્યો
જ્યાં દાંડીમાં સોલ્ટ મેમોરિયલમાં ધસારો વધુ રહ્યો હતો ત્યાં દાંડીના બીચ ઉપર પણ છેલ્લા અઠવાડિયામાં ગિરદી વધુ રહી હતી.બીચ ઉપર બે ત્રણ દિવસ તો કીડીયારું ઉભરાયું હતું અને વાહન પાર્કિંગના પણ ફાંફા પડ્યા હતા.